ટમેટાની લૌંજી | Tamatar ki Launji

મોઢામાં પાણી આવી જાય એવું મજેદાર આ ટમેટાનું અથાણું આમ તો દરરોજ વપરાતી વસ્તુઓ વડે, ઓછા સમયમાં તથા ઓછી મહેનતે તૈયાર થાય છે.

તેમાં રાઇનું સાદું વઘાર અને ઉપર છાંટેલા મસાલા પાવડર ટમેટાને વધુ મહત્વનું રૂપ આપે છે. અહીં કદાચ એમ પણ હોય કે ચૂંટેલા મસાલા અને ઝટપટ બનાવવાની રીત જ ટમેટાની ખુશ્બુ જાળવી તેને ખટ્ટાશ પડતું અને મજેદાર બનાવે છે.

આ ટમેટાની લૌંજીનો આનંદ તો ગરમ અને તાજું હોય ત્યારે જ મનગમતી રોટી સાથે માણવા જેવો છે.

Tamatar ki Launji recipe In Gujarati

This recipe has been viewed 9707 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

टमाटर की लौंजी - हिन्दी में पढ़ें - Tamatar ki Launji In Hindi 
Tamatar ki Launji - Read in English 


ટમેટાની લૌંજી - Tamatar ki Launji recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧.૫ કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧ કપ ઝીણા સમારેલા ટમેટા
૧ ટેબલસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન રાઇ
૧/૪ ટીસ્પૂન જીરૂ
૧/૪ ટીસ્પૂન કલોંજી
૧/૪ ટીસ્પૂન વરિયાળી
૧/૪ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન ધાણા પાવડર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટેબલસ્પૂન સાકર
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ, કલોંજી અને વરિયાળી મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. પછી તેમાં ટમેટા અને લીલા મરચાં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. પછી તેમાં ધાણા પાવડર, મરચાં પાવડર અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં સાકર, કોથમીર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. તરત જ પીરસો.

Reviews

ટમેટાની લૌંજી
 on 01 Jun 17 05:28 PM
5

Tarla Dalal
02 Jun 17 09:41 AM
   Hi Leena , we are delighted you loved the Tamatar Launji recipe. Please keep posting your thoughts and feedback and review recipes you have loved. Happy Cooking.