આલુ મેથીના પરોઠા | Aloo Methi Parathas

આ પરોઠાનું ટુંકમાં વર્ણન કરવું હોય તો એટલું જ બસ રહેશે કે આલુ મેથીના પરોઠા મનને ઉત્તેજિત કરી દે એવા છે. આ સ્વાદિષ્ટ ઘઉંના પરોઠામાં મેથી, જીરૂ અને મસાલા સાથે બટાટાનું પૂરણ છે જે આ પરોઠાને એવા સ્વાદિષ્ટ બનાવે છે કે તે તમે માત્ર દહીં અને અથાણાં સાથે સહેલાઇથી પીરસી શકો.

જ્યારે મેથીને સાંતળવામાં આવે છે ત્યારે તેમાંથી તેની કડવાશ જતી રહે છે પણ તેમાં રહેલી સુગંધ જળવાઇ રહે છે, આમ આ પરોઠામાં પણ મેથીની સુગંધ પરોઠાને મુખ્ય જમણમાં પીરસી શકાય એવા બનાવે છે જે બધાને ગમી જાય એવા તૈયાર થાય છે.

Aloo Methi Parathas recipe In Gujarati

આલુ મેથીના પરોઠા - Aloo Methi Parathas recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૫ પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો

કણિક માટે
૧ કપ ઘઉંનો લોટ
૧ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

બટાટા-મેથીના પૂરણ માટે
૧ ૧/૪ કપ બાફીને છૂંદેલા બટાટા
૧ કપ ઝીણી સમારેલી મેથી
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂં
૨ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન ધાણા પાવડર
૧ ટીસ્પૂન ચાટ મસાલો
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે

પીરસવા માટે
તાજું દહીં
અથાણું
કાર્યવાહી
કણિક માટે

    કણિક માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

બટાટા-મેથીના પૂરણ માટે

    બટાટા-મેથીના પૂરણ માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મેથી મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં આદૂ-લીલા મરચાંની પેસ્ટ, હળદર પાવડર, ધાણા પાવડર, ચાટ મસાલો અને મીઠું મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં બટાટા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. હવે આ પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. હવે કણિકના એક ભાગને ૧૦૦ મી. મી. (૪”)વ્યાસના ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
  2. તે પછી તૈયાર કરેલા બટાટા-મેથીના પૂરણનો એક ભાગ તેની મધ્યમાં મૂકી, તેની બાજુઓને મધ્યમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો.
  3. તે પછી તેને ફરીથી વણીને ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
  4. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર પરોઠાને મધ્યમ તાપ પર થોડા તેલની મદદથી તેની બન્ને બાજુઓ પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
  5. ક્રમાંક ૧ થી ૪ મુજબ બીજા ૪ પરોઠા તૈયાર કરો.
  6. દહીં અથવા અથાણાં સાથે ગરમ ગરમ પીરસો.

Reviews