ઘઉંના લોટની ચકરી | ચકરી બનાવવાની રીત | ક્રિસ્પી ચકરી | ચકરી નાસ્તા ની રેસીપી | Wheat Flour Chakli, Gehun Ke Aate ki Chakli

ઘઉંના લોટની ચકરી | ચકરી બનાવવાની રીત | ક્રિસ્પી ચકરી | ચકરી નાસ્તા ની રેસીપી | Whole Wheat Flour Chakli Recipe |

તમને નવાઇ લાગશે કે એક વાનગીની સામગ્રીમાં ફક્ત એક વસ્તુના ફેરફારથી મળતી નવી વાનગી કેવી આશ્ચર્યજનક અને મનમોહિત બને છે. જુઓ, અહીં અમે ચકરીમાં વપરાતા ચોખાના લોટની અવેજીમાં ઘઉંના લોટનો ઉપયોગ કરી, બાકીની સામગ્રીના પ્રમાણમાં થોડા વત્તા ઓછા ફેરફાર કરી માફકસર ચકરી બનાવવા માટેની જરૂરી કણિક તૈયાર કરી છે.

ઘઉંના લોટ વડે બનતી આ ઘઉંના લોટની ચકરીની સુવાસ એવી અલગ આવે છે કે ખાવા માટે મોઢામાં પાણી છૂટશે અને ચોખાના લોટની ચકરી કરતાં તે સહેજ નરમ એવી મજેદાર ચકરી તૈયાર થાય છે. હા, અહીં ખાસ ધ્યાન રાખશો કે જ્યારે તમે તેને તળતા હો, ત્યારે વારંવાર પલટાવતા નહીં કારણ કે તે નરમ હોવાથી જલદી તૂટી જશે. ફક્ત તેને વચ્ચે-વચ્ચે પલટાવતા રહેજો.

આવી ઘરે બનાવેલી મજેદાર ક્રિસ્પી ચકરી તમે મોઢામાં મૂકશો કે તરત જ જાણે પીગળી જશે એવી નરમ તૈયાર થાય છે. આવી જ બીજી વાનગી મેથીની પૂરી કે સીડઇનો સ્વાદ પણ માણવા જેવો છે.

Wheat Flour Chakli, Gehun Ke Aate ki Chakli recipe In Gujarati

ઘઉંના લોટની ચકરી - Wheat Flour Chakli, Gehun Ke Aate ki Chakli recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૫૦ ચકરી માટે
મને બતાવો ચકરી

ઘટકો
૧ ૧/૨ કપ ઘઉંનો લોટ
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૧ ટીસ્પૂન ધાણા પાવડર
૧/૪ ટીસ્પૂન હીંગ
૨ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે
કાર્યવાહી
    Method
  1. ઘઉંના લોટને મલમલના કપડામાં મૂકી દો.
  2. પછી તેને સખત રીતે બાંધી પોટલી તૈયાર કરી લો.
  3. તે પછી તેને ગરમ વરાળ મળે તે રીતે સ્ટીમર (steamer) પર મૂકી ૧૫ મિનિટ સુધી બાફી લો.
  4. આમ કર્યા પછી લોટને મલમલના કપડામાંથી કાઢીને થોડું ઠંડું થવા દો. ઘઉંનો લોટ લગભગ કઠણ થઇ ગયો હશે.
  5. તેના ટુકડા કરી મિક્સરમાં ફેરવી તેને સુંવાળું બનાવી લો.
  6. હવે આ લોટને એક ઊંડા બાઉલમાં મૂકી તેમાં બાકીની બધી સામગ્રી મેળવી જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરો.
  7. આ કણિકના ૨ સરખા ભાગ પાડો.
  8. કણિકનો એક ભાગ ચકરી બનાવવાના સાધનમાં મૂકી ઉપરથી બંધ કરી લો.
  9. તે પછી તેને દબાવીને ૫૦ મી. મી. (૨”)વ્યાસની ગોળાકાર ચકરી બનાવીને ક્રમવાર એક સપાટ બોર્ડ પર મૂક્તા જાવ. અહીં લગભગ ૨૫ ચકરી તૈયાર થશે.
  10. આમ તૈયાર થયેલી ચકરીને એક સપાટ તવેથા વડે હળવા હાથે દબાવી લો.
  11. રીત ક્રમાંક ૮ થી ૧૦ મુજબ બીજી ૨૫ ચકરી પણ તૈયાર કરી લો.
  12. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી ચકરીને મધ્યમ તાપ પર બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થઇ તે કરકરી થાય તે રીતે તળી લીધા પછી કાઢીને ટીશ્યું પેપર પર મૂકી દો.
  13. જ્યારે ચકરી ઠંડી થાય તે પછી તેને હવાબંધ બરણીમાં ભરી લો.

Reviews