બંગાળી સ્ટાઇલના ભીંડા | Bengali Style Okra ( Bhindi ) Sabzi

જ્યારે કોઇ વાનગી સહેલાઇથી અને ઝટપટ તૈયાર થાય અને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને ત્યારે તે જરૂરથી બધાને ગમી જાય.

એવી છે આ બંગાળી સ્ટાઇલની ભીંડાની ભાજી. અહીં રાઇ અને ખસખસ જેવી સાદી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સહેલાઇથી બધાના રસોડામાં હાજર હોય છે.

આ બન્નેનો પાવડર બનાવીને આ ભાજીમાં ઉમેરવામાં આવ્યું છે જે તેને અનોખો સ્વાદ આપે છે, તમે આ મધ્યમ તીખાશવાળી ભાજી ગરમા ગરમ રોટી સાથે ક્યારે પણ પીરસી શકો.

Bengali Style Okra (  Bhindi ) Sabzi recipe In Gujarati

બંગાળી સ્ટાઇલના ભીંડા - Bengali Style Okra ( Bhindi ) Sabzi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ ભીંડા
૧ ટેબલસ્પૂન ખસખસ
૧ ટેબલસ્પૂન રાઇ
૨ ટીસ્પૂન રાઇનું તેલ
૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન સાકર
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
કાર્યવાહી
    Method
  1. ભીંડાને સારી રીતે ધોઇને નેપકીન વડે સંપૂર્ણ સૂકા થાય તે રીતે સાફ કરી લો. તેની બન્ને બાજુઓ કાપી લીધા પછી આડા ટુકડા કરી બાજુ પર રાખો.
  2. ખસખસ અને રાઇ દાણાને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર બનાવી બાજુ પર રાખો.
  3. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં ભીંડા મેળવી, મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ભીંડા નરમ બને ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં લીલા મરચાં, તૈયાર કરેલો ખસખસ-રાઇનો પાવડર, મીઠું, સાકર, હળદર અને મરચાં પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. ગરમ ગરમ પીરસો.

Reviews