ચોળાની ભાજી અને મસૂરની દાળ | Healthy Chawli Masoor Dal, Indian Chaulai Dal

કોઇપણ સમયે અને કોઇપણ ઋતુમાં બનાવી શકાય એવી આ વાનગીમાં મનપસંદ મસાલા ઉમેરવાથી ખાવાના શોખીનો માટે તો તે એક મજેદાર સ્વાદનો લહાવો જ ગણી શકાય. મજેદાર સ્વાદ સિવાય બીજા પણ ઘણા કારણો છે કે જેથી આ ચોળાની ભાજી અને મસૂરની દાળને ફાયદાકારક ગણાવી શકાય. ખાસ તો સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ ફાયદાકારી રહે છે. ચોળામાં પુષ્કળ લોહ અને વિટામીન-એ છે જે સગર્ભા મહીલાઓ માટે ઉત્તમ ગણાય છે. દાળમાં રહેલા વિટામીન-એ અને પ્રોટીન શરીરની ચામડીને અને આંખોને પૌષ્ટિક્તા આપે છે. જ્યારે લોહ તત્વ એનેમિયાથી દૂર રહેવા મદદરૂપ રહે છે. અહીં અમે તેમાં લીંબુના રસનો ઉપયોગ કર્યો છે જેથી દાળ તો સ્વાદિષ્ટ બને છે ઉપરાંત તેમાં રહેલું વિટામીન-સી લોહ ને શોષી લેવામાં મદદ કરે છે. ભાત અથવા તમારી મનગમતી રોટી સાથે આનંદ માણો.

Healthy Chawli Masoor Dal, Indian Chaulai Dal recipe In Gujarati

This recipe has been viewed 6700 times



ચોળાની ભાજી અને મસૂરની દાળ - Healthy Chawli Masoor Dal, Indian Chaulai Dal recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ સમારેલા ચોળાના પાન
૧/૨ કપ મસૂરની દાળ , ધોઇને નીતારી લીધેલી
૧/૪ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન લીંબુનો રસ

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (૧/૪ કપ પાણી મેળવીને)
૧ ટેબલસ્પૂન આખા ધાણા
૧/૨ ટેબલસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન સમારેલું લસણ
૧ ટીસ્પૂન સમારેલું આદૂ
આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં મસૂરની દાળ, હળદર, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  2. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
  3. એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ચોળાના પાન મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેમાં રાંધેલી મસૂરની દાળ, તૈયાર કરેલી પેસ્ટ, થોડું મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. હવે તાપ બંધ કરી તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  7. તરત જ પીરસો.
Nutrient values એક સર્વિંગ માટે

એર્નજી
૮૦ કૅલરી
પ્રોટીન
૫.૧ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૧૧.૭ ગ્રામ
ચરબી
૧.૫ ગ્રામ
ફાઇબર
૨.૧ ગ્રામ
લોહ
૩.૨ મીલીગ્રામ
વિટામીન-એ
૫૭૭.૭ માઇક્રોગ્રામ

Reviews