કૅબેજ રાઇસ | Cabbage Rice

સાંજના ઘેર પાછા ફરતાં મોડું થઇ ગયું હોય અને રસોઇ તૈયાર માટે વધુ સમય ન હોય ત્યારે શું બનાવવાનું વિચારતા હો, તો એવા આ ટુંકા સમયમાં ડીનર માટે કૅબેજ રાઇસ એક ઉત્તમ વાનગી છે. સ્લાઇસ કરેલા સીમલા મરચાં અને થોડો મરીનો પાવડર જ આ કોબીની વાનગીને સુંગધી બનાવશે, અને ઉપર થોડું ચીઝ પાથરી લો એટલે તમારું સંતુષ્ટ ડીનર તૈયાર.

Cabbage Rice recipe In Gujarati

This recipe has been viewed 4453 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

कैबॅज राईस - हिन्दी में पढ़ें - Cabbage Rice In Hindi 
Cabbage Rice - Read in English 


કૅબેજ રાઇસ - Cabbage Rice recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૪ કપ ખમણેલી કોબી
૨ ૧/૪ કપ રાંધેલા બાસમતી ચોખા
૨ ટેબલસ્પૂન માખણ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ ઝીણા સ્લાઇસ કરેલા સીમલા મરચાં
૧/૨ ટીસ્પૂન કાળા મરીનું તાજું પાવડર
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ખમણેલું ચીઝ
કાર્યવાહી
    Method
  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.
  2. તે પછી તેમાં કોબી અને સીમલા મરચાં મેળવી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  3. છેલ્લે તેમાં રાંધેલા ભાત, મરીનું પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
  4. ચીઝ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews

કૅબેજ રાઇસ
 on 28 Aug 17 01:05 PM
5

liked very much