ગાજર અને ખજૂર નું સલાડ | ગાજરનું સલાડ | ગાજર અને ખજૂર નું કચુંબર | Carrot and Date Salad

ગાજર અને ખજૂર નું સલાડ રેસીપી | ગાજરનું સલાડ | ગાજર અને ખજૂર નું કચુંબર | carrot and date salad in gujarati | with 21 amazing images.

ગાજરના કચુંબરનો દેખાવ સુધારવા માટે તેને સલાડના પાન માં પીરસવામાં આવે છે, સાથે સલાડના પાન તેને એક સરસ સ્વાદ પણ આપે છે. ખજૂર અને શેકેલા બદામની સજાવટ એક માસ્ટરસ્ટ્રોક છે, જે આ કચુંબરની રચના અને સ્વાદની શ્રેણીને વધારે છે.

Carrot and Date Salad recipe In Gujarati

ગાજર અને ખજૂર નું સલાડ રેસીપી - Carrot and Date Salad recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬ से ૮ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ગાજર અને ખજૂર નું સલાડ બનાવવા માટે
૧ કપ ખમણેલું ગાજર
સલાડના પાન
૧/૩ કપ સમારેલી ખજૂર
૨ ટેબલસ્પૂન સમારીને શેકેલી બદામ

ડ્રેસિંગ માટે
૨ ટેબલસ્પૂન મધનું ડ્રેસિંગ
કાર્યવાહી
ગાજર અને ખજૂર નું સલાડ બનાવવા માટે

    ગાજર અને ખજૂર નું સલાડ બનાવવા માટે
  1. ગાજર અને ખજૂર નું સલાડ બનાવવા માટે, ગાજરને બરફના-ઠંડા પાણીમાં ૧૦ મિનિટ માટે મૂકો. સારી રીતે ગાળી લો.
  2. સલાડના પાનને ૧૦ મિનિટ માટે બરફના-ઠંડા પાણીમાં મૂકો. સારી રીતે ગાળી લો.
  3. સલાડના પાનને બાઉલનો આકાર આપી સર્વિંગ પ્લેટ તૈયાર કરો.
  4. પાનના વચ્ચે ખમણેલું ગાજર ફેલાવો.
  5. સમારેલી ખજૂર અને સમારીને શેકેલી બદામને ગાજર ઉપર છંટકાવ કરો.
  6. તેને ફ્રીજમાં રાખો.
  7. એક અલગ બાઉલમાં ડ્રેસિંગ સાથે ગાજર અને ખજૂરના સલાડને ઠંડુ પીરસો.

Reviews