ક્રિસ્પી કોકોનટ કૂકીઝ | કોકોનટ બિસ્કીટ | એગલેસ કૂકીઝ | હોમમેડ કોકોનટ કુકીસ | Crispy Coconut Cookies

ક્રિસ્પી કોકોનટ કૂકીઝ | કોકોનટ બિસ્કીટ | એગલેસ કૂકીઝ | હોમમેડ કોકોનટ કુકીસ | crispy coconut cookies recipe in gujarati | with amazing images.

ક્રિસ્પી કોકોનટ કૂકીઝનું માઉથફીલ અને ચાવવાની મજાને કોઈપણ હરાવી શકતું નથી.

ઓવનમાંથી બેક થઈને બહાર નીકળતા સાથે જ નાળિયેર અને ઓગાળેલા માખણની આકર્ષક સુગંધ તમને કૂકીઝનો સ્વાદ લેવા આકર્ષિત કરશે, પરંતુ ઇચ્છાને નિયંત્રિત કરો અને તે ઠંડું થાય ત્યાં સુધી રાહ જુઓ, કારણ કે કોકોનટ બિસ્કીટ ક્રિસ્પી થઈ જશે. માત્ર ઠંડા થયા પછી.

દિવાળી , નાતાલ અને રક્ષાબંધન જેવા ઉત્સવના પ્રસંગો માટે આ હોમમેડ કોકોનટ કુકીસ કુટુંબની મનપસંદ અને બનાવવા અને આપવા માટે એક સંપૂર્ણ ભેટ છે.

Crispy Coconut Cookies recipe In Gujarati

This recipe has been viewed 2906 times

Crispy Coconut Cookies - Read in English 


ક્રિસ્પી કોકોનટ કૂકીઝ રેસીપી - Crispy Coconut Cookies recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૧૮૦°C (૩૬૦°F)   બેકિંગનો સમય:  ૨૩ થી ૨૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪૦ કૂકીઝ માટે
મને બતાવો કૂકીઝ

ઘટકો

ક્રિસ્પી કોકોનટ કૂકીઝ માટે
૧/૨ કપ ડેસિકેટેડ નાળિયેર
૩/૪ કપ મેંદો
એક ચપટી મીઠું
૧/૪ ટીસ્પૂન બેકિંગ પાવડર
૫ ટેબલસ્પૂન માખણ
૧/૨ કપ પીસેલી સાકર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં મેંદો, મીઠું અને બેકિંગ પાવડર ભેગું કરો, સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો.
  2. 2. એક ઊંડા બાઉલમાં માખણ અને પીસેલી સાકરને ભેગી કરો અને મિશ્રણ હળવું અને ક્રીમી ન થાય ત્યાં સુધી સ્પેટુલાની મદદથી સારી રીતે મિક્સ કરો.
  3. 3. ધીમે ધીમે ૨ ટી સ્પૂન પાણી ઉમેરો અને સ્પેટુલાનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરો.
  4. મેંદો-બેકિંગ પાવડરનું મિશ્રણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  5. ડેસિકેટેડ નાળિયેર અને ૨ ટી સ્પૂન પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો.
  6. કૂકીઝને ૨૫ મી. મી. (૧") વ્યાસનો પાતળો ગોળ આકાર આપો. તમને કુલ ૪૦ કૂકીઝ મળશે. પછી તેમને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર મૂકો.
  7. કૂકીઝને પ્રી-હીટેડ ઓવનમાં ૧૮૦°c (૩૬૦°f) પર ૧૮ થી ૨૦ મિનિટ માટે બેક કરો.
  8. કૂકીઝને સંપૂર્ણપણે ઠંડી થવા દો.
  9. પીરસો અથવા એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.

Reviews