લસણ અને મકાઈની રોટી | લસણવાળી મકાઈ રોટી | હેલ્ધી મસાલા મકાઈની રોટી | Garlicky Makai Roti

લસણ અને મકાઈની રોટી | લસણવાળી મકાઈ રોટી | હેલ્ધી મસાલા મકાઈની રોટી | garlic makai roti in Gujarati | with 20 amazing images.

મકાઇના લોટથી બનેલી અને કોથમીર, લીલા મરચાં અને લસણ ના લીધે વધતી ખુશ્બુને કારણે આ મજેદાર અને સ્વાદિષ્ટ લસણવાળી મકાઈ રોટી તમને ખુબજ ગમશે.

આ રોટી સાથે કઇ પણ બનાવવાની જરૂર નથી અને માત્ર એક કપ દહીં સાથે પીરસી શકો છો કારણકે રોટી ખાવામાં ભારી હોવાથી પેટ જલ્દી તૃપ્ત થાય છે.

Garlicky Makai Roti recipe In Gujarati

This recipe has been viewed 5156 times

गार्लिकी मकई रोटी - हिन्दी में पढ़ें - Garlicky Makai Roti In Hindi 


લસણવાળી મકાઇની રોટી - Garlicky Makai Roti recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૧ કપ મકાઇનો લોટ
૩ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
ચોખાનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે

પીરસવા માટે
તાજું દહીં
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂર પુરતું હુંફાળું પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
  2. કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ચોખાના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. તાજા દહીં સાથે ગરમ-ગરમ પીરસો.

Reviews