લીલા નાળિયેરની આઇસક્રીમ | Homemade Coconut Ice-cream

આ લીલા નાળિયેરની આઇસક્રીમ ખરેખર મલાઇદાર અને સ્વાદિષ્ટ બને છે. આ ઉપરાંત તેમાં મેળવેલી નાળિયેરની મલાઇથી તેનો બંધારણ ઇંડા વગર પણ મલાઇદાર જ લાગે છે.

અહીં તમને એક વાતની ખાસ ધ્યાન રાખવાની છે કે નાળિયેરની મલાઇ બહું જાડી અથવા બહું પાતળી ન હોવી જોઇએ. તે મધ્યમ જાડાઇની હોવી જોઇએ.

મૂળભૂત રીતે મલાઇનું પ્રમાણ સારૂં હોવું જોઇએ અને સાથે તે નરમ પણ હોવી જોઇએ. તમારા મહેમાનોને આ આઇસક્રીમનો સ્વાદ દીવસો સુધી જરૂર યાદ રહેશે.

Homemade Coconut Ice-cream recipe In Gujarati

લીલા નાળિયેરની આઇસક્રીમ - Homemade Coconut Ice-cream recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    સેટ કરવાનો સમય:  ૧૦ કલાક   કુલ સમય :     ૬ સર્વિંગ માટે
મને બતાવો સર્વિંગ

ઘટકો
૩/૪ કપ લીલા નાળિયેરની મલાઇ
૨ ૧/૨ કપ મલાઇદાર દૂધ
૩/૪ કપ સાકર
૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર
૩/૪ કપ તાજું ક્રીમ
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં કોર્નફ્લોર અને ૧/૪ કપ ઠંડું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં બાકી રહેલું ૨ ૧/૪ કપ દૂધ અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
  3. તે પછી તેમાં કોર્નફ્લોર-દૂધનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  4. હવે તેને તાપ પરથી નીચે ઉતારી સંપૂર્ણ ઠંડું થવા બાજુ પર રાખો.
  5. જ્યારે સંપૂર્ણ ઠંડું થઇ જાય, ત્યારે તેમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  6. હવે આ મિશ્રણ એક એલ્યુમિનિયમના છીંછરા પાત્રમાં રેડીને તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકી લીધા પછી રેફ્રીજરેટરમાં ૬ કલાક અથવા તે અડધું સેટ થઇ જાય ત્યાં સુધી રાખી મૂકો.
  7. તે પછી તેને ફ્રીજમાંથી કાઢીને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  8. ફરી આ મિશ્રણને એ જ એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેમાં નાળિયેરની મલાઇ મેળવી, સારી રીતે મિક્સ કરી એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકી ફ્રીજમાં લગભગ ૧૦ કલાક અથવા આઇસક્રીમ સંપૂર્ણ રીતે સેટ થઇ જાય ત્યાં સુધી રાખી મૂકો.
  9. તરત જ પીરસો.

Reviews