ઠંડાઈ રેસીપી | ઠંડાઈ બનાવવાની રીત | હોમમેઇડ ઠંડાઈ | હોળી રેસીપી | thandai | Thandai

ઠંડાઈ રેસીપી | ઠંડાઈ બનાવવાની રીત | હોમમેઇડ ઠંડાઈ | હોળી રેસીપી | thandai recipe in gujarati | with 18 amazing images.

ઠંડાઈ રેસીપી | ઠંડાઈ બનાવવાની રીત | હોમમેઇડ ઠંડાઈ | હોળી રેસીપી | thandai recipe in gujarati | સ્વાદ એકદમ સ્વર્ગીય છે, જે બજારમાં ઉપલબ્ધ રેડીમેડ મિક્સ કરતા ઘણો ચડિયાતો છે.

ઘરે ઠંડાઈ પાવડર કેવી રીતે બનાવવો તે જાણો. દૂધ, બદામ અને મસાલાઓથી ભરપૂર, રાજસ્થાની ઠંડાઈ એ હોળી અને દિવાળી જેવા ખાસ તહેવારો પર પીરસવા માટેનું સંપૂર્ણ પીણું છે.

Thandai recipe In Gujarati

ઠંડાઈ રેસીપી - Thandai recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

ઠંડાઈ માટે
૪ કપ ફુલ ફૈટ દૂધ
૧/૨ કપ સાકર
૧/૨ કપ બદામ
૧/૨ કપ કાજુ
૧/૨ કપ પિસ્તા
૨ ટેબલસ્પૂન શકરટેટીના બી
૧૦ કાળી મરી
૧ ૧/૨ ટેબલસ્પૂન વરિયાળી
તજ
૧ ૧/૨ ટેબલસ્પૂન ખસખસ
એલચી
૨ ટેબલસ્પૂન ગુલાબની પાંખડીઓ
૧/૨ ટીસ્પૂન કેસર
૧ ટેબલસ્પૂન હૂંફાળું દૂધ

ગાર્નિશ માટે
૪ ટીસ્પૂન બારીક સમારેલા પિસ્તા
થોડા કેસર
કાર્યવાહી
ઠંડાઈ બનાવવા માટે

    ઠંડાઈ બનાવવા માટે
  1. ઠંડાઈ બનાવવા માટે, એક બાઉલમાં કેસર અને ૧ ટેબલસ્પૂન હૂંફાળું દૂધ ભેગું કરો અને બાજુ પર રાખો.
  2. એક ઊંડા નોન-સ્ટીક પેન અથવા સૉસ પેનમાં દૂધ અને સાકરને ઉકાળો.
  3. દૂધને ઠંડુ થવા સુધી રેફ્રિજરેટ કરો. બાજુ પર રાખો.
  4. એક ઊંડા બાઉલમાં બદામ, કાજુ, પિસ્તા, શકરટેટીના બી, કાળા મરી, વરિયાળી, તજ, ખસખસ, એલચી, ગુલાબની પાંખડીઓ અને પાણી ઉમેરી ઓછામાં ઓછા ૨ કલાક પૂરતું પલાળો. સારી રીતે ગાળી લો અને પલાળેલા પાણીને ફેકશો નહીં.
  5. મિક્સરમાં ૩/૪ કપ પલાળેલા પાણીનો ઉપયોગ કરીને સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો.
  6. ઠંડુ દૂધ, તૈયાર કરેલી પેસ્ટ અને કેસર-દૂધના મિશ્રણ એક મોટા મિક્સર જારમાં ભેગું કરો અને સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો.
  7. સ્ટ્રેનરનો ઉપયોગ કરીને ગાળી લો.
  8. ૬ સરખા ગ્લાસમાં સમાન માત્રામાં ઠંડાઈ નાખો.
  9. ઠંડી કરેલી ઠંડાઈને સમારેલા પિસ્તા અને કેસર વડે ગાર્નિશ કરી પીરસો.

Reviews