કોકમ શરબત ની રેસીપી | Kokum Sherbet, Kokam Sharbat Recipe

જો તમને તરત જ તાજગીનો અનુભવ કરવો હોય, તો આ દેશી ઉપાય અકસીર છે. આ કોકમના શરબતમાં ખટાશ અને મસાલેદાર સ્વાદ માટે જીરૂ અને કાળા મરી મેળવીને વિશિષ્ટ ગુણવાળા કોકમ વડે તેને મજેદાર બનાવવામાં આવ્યું છે.

આ વાનગીમાં અમે તમને કોકમને માઇક્રોવેવમાં રાંધીને કોકમ શરબત ઘરે સહેલાઇથી કેમ તૈયાર કરવું તેની રીત જણાવી છે. તમારા રેફ્રીજરેટરમાં આ ઘરે બનાવેલું શરબત બોટલમાં ભરીને તૈયાર રાખો, જેથી તમે તેને પાણી મેળવી તરત જ જ્યારે જરૂર પડે ત્યારે બનાવી શકો.

Kokum Sherbet, Kokam Sharbat Recipe In Gujarati

This recipe has been viewed 6675 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

कोकम जूस रेसिपी | कोकम सरबत | कोकम शरबत | टेस्टी कोकम शरबत - हिन्दी में पढ़ें - Kokum Sherbet, Kokam Sharbat Recipe In Hindi 


કોકમ શરબત ની રેસીપી - Kokum Sherbet, Kokam Sharbat Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨૦ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

કોકમ શરબત ની રેસીપી બનાવવા માટે
૧ કપ કોકમ
૧ કપ સાકર
૧ ટીસ્પૂન જીરા પાવડર
૩/૪ ટીસ્પૂન સંચળ
એક ચપટીભરલીંબુના ફૂલ
કાર્યવાહી
    Method
  1. કોકમ શરબત ની રેસીપી બનાવવા માટે, એક માઇક્રોવેવ સેફ બાઉલમાં કોકમ સાથે ૧ કપ પાણી મેળવી તેને ઉંચા તાપમાન પર ૧ મિનિટ સુધી માઇક્રોવેવ કરી ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
  2. તે પછી કોકમનું પાણી ગાળીને, પાણી તથા કોકમ બાજુ પર રાખો.
  3. હવે કોકમ અને ૧/૨ કપ ગાળેલું કોકમવાળું પાણી મેળવીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
  4. હવે સાકર સાથે ૧/૨ કપ પાણી માઇક્રોવેવ સેફ બાઉલમાં રેડી ઉંચા તાપમાન પર ૮ મિનિટ સુધી વચ્ચે ૪ મિનિટ પછી થોડું હલાવીને માઇક્રોવેવ કરી લો.
  5. ૫. તે પછી તેમાં તૈયાર કરેલી કોકમની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  6. આમ તૈયાર થયેલા કોકમના સાકરવાળા મિશ્રણને ગરણી વડે ગાળીને બાજુ પર રાખો અને બચેલું કોકમનું મિશ્રણ કાઢી નાંખો.
  7. હવે આ કોકમ-સાકરના મિશ્રણમાં જીરા પાવડર, સંચળ અને લીંબુના ફૂલ મેળવી સારી રીતે મિક્સ કરી લો.

આગળની રીત

    આગળની રીત
  1. પીરસતા પહેલા, ગ્લાસમાં ૨ ટેબલસ્પૂન તૈયાર કરેલું કોકમનું મિશ્રણ રેડી તેમાં ૧/૨ કપ ઠંડું પાણી રેડી લો.
  2. તરત જ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. રેફ્રીજરેટરમાં કોકમ-સાકરના મિશ્રણને મૂક્તા પહેલા સંપૂર્ણ ઠંડું થવા દો, તે પછી હવાબંધ બાટલીમાં ભરીને ફ્રીજમાં મૂકો.

Reviews

કોકમ શરબત ની રેસીપી
 on 29 Apr 20 04:45 PM
5

કોકમ ને પીસીએ તો બિયા સાથે રાખવું? કે કોકમ ના બિયા કાઢી નાખવા?
Tarla Dalal
20 Aug 20 08:00 PM
   The kokum used in the recipe will not have seeds.