મીન્ટી પનીર ઓનીયન રોટી | Minty Paneer Onion Roti

પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં કણિક સાથે સરસ રીતે ભળી જાય છે અને ખુબજ નરમ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપુર રોટી બને છે, જે બધા ખુબજ માણે છે. કાંદા અને ફૂદીનો, આ આરોગ્યવર્ધક રોટીને ખુશ્બુ આપે છે.

Minty Paneer Onion Roti recipe In Gujarati

This recipe has been viewed 3871 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

मिन्टी पनीर अनियन रोटी - हिन्दी में पढ़ें - Minty Paneer Onion Roti In Hindi 
Minty Paneer Onion Roti - Read in English 


મીન્ટી પનીર ઓનીયન રોટી - Minty Paneer Onion Roti recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
ઝીણો સમારેલો ફૂદીનો
૧/૪ કપ ખમણેલું પનીર
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧ કપ ઘઉંનો લોટ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , શેકવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂર પુરતું પાણી નાંખી, મસળીને નરમ કણિક તૈયાર કરો.
  2. કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. ગરમ-ગરમ પીરસો.

Reviews

મીન્ટી પનીર ઓનીયન રોટી
 on 06 Aug 16 04:29 PM
5

Roti with mint is something uncommon.It is soft and tasty. Onion and Green chilli gives a nice flavour to it. But make sure you serve it hot only then you will enjoy the taste.