ક્રિસ્પી પેપર ઢોસા | ક્રિસ્પી ઢોસા | દક્ષિણ ભારતીય ઢોસા | રેસ્ટોરન્ટ સ્ટાઈલ પેપર ઢોસા | Crispy Paper Dosa

ક્રિસ્પી પેપર ઢોસા | ક્રિસ્પી ઢોસા | દક્ષિણ ભારતીય ઢોસા | રેસ્ટોરન્ટ સ્ટાઈલ પેપર ઢોસા | paper dosa in Gujarati | with 16 amazing images.

ક્રિસ્પી પેપર ઢોસા એક એવી વાનગી છે, જે આજે દક્ષિણ ભારતથી આખી દુનિયામાં સુપરસ્ટારની જેમ પ્રખ્યાત થઇ ગયા છે. નામ પ્રમાણે જ આ ઢોસા ગોલ્ડન બ્રાઉન, કરકરા અને એટલા પાતળા બને છે કે એક મોટો ઢોસો એક કે બે ચમચા ખીરા વડે બનાવી શકાય.

સામાન્ય રીતે હોટલમાં આ ઢોસા વાળીને અથવા કોનના આકારમાં પીરસવામાં આવે છે, જે નાના બાળકોને વધુ પસંદ પડે છે. દક્ષિણ ભારતીય જમણમાં આ ક્રિસ્પી પેપર ઢોસા સાથે ચટણી અને સાંભર પીરસવામાં આવે છે.

Crispy Paper Dosa recipe In Gujarati

This recipe has been viewed 7822 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD



ક્રીસ્પી પેપર ઢોસા - Crispy Paper Dosa recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૩ થી ૪ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૦ ઢોસા માટે
મને બતાવો ઢોસા

ઘટકો
૧/૨ કપ ચોખા
૩/૪ કપ અડદની દાળ
૧/૨ કપ ચોખાનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
ઘી, ચોપડવા માટે અને રાંધવા માટે

પીરસવા માટે
સાંભર
નાળિયેરની ચટણી
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં ચોખા અને અડદની દાળને જરૂરી પાણી સાથે ૩ થી ૪ કલાક અલગ અલગ પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. હવે આ ચોખા, અડદની દાળ અને ચોખાના લોટને ૧ ૧/૨ કપ પાણી સાથે મિક્સરમાં ફેરવી ઘટ્ટ ખીરૂ તૈયાર કરો.
  3. આ ખીરામાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર હળવા હાથે ઘી ચોપડી લો.
  5. તવા પર થોડું પાણી છાંટી મલમલના કપડા વડે તવાને સરખી રીતે સાફ કરી લો.
  6. હવે તેની પર એક કડછી ભરીને ખીરૂ રેડી, ખીરાને ગોળાકારમાં ફેરવી ૨૨૫ મી. મી. (૯”)ના વ્યાસનો ગોળ પાતળો ઢોસો તૈયાર કરો.
  7. આ ઢોસાની કીનારીઓ પર થોડું ઘી ફેરવી મધ્યમ તાપ પર ઢોસા ગોલ્ડન બ્રાઉન થઇને કરકરા બને ત્યાં સુધી શેકી લો.
  8. આમ તૈયાર થયેલા ઢોસાને અર્ધગોળકારમાં વાળી લો.
  9. આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે વધુ ૯ ઢોસા પણ તૈયાર કરી લો.
  10. સાંભર અને નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો.

Reviews

ક્રીસ્પી પેપર ઢોસા
 on 08 Jul 17 12:50 PM
5

good recipe