કોળાની સુકી ભાજી | Pumpkin Dry Vegetable

એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં મેથી અને રાઇ મેળવી ૧૦ સેકંડ સુધી સૂકા શેકી લો. તે પછી તેમાં જીરૂ, વરિયાળી, ધાણા પાવડર, મરચાં પાવડર અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧૦ સેકંડ સુધી રાંધી લો. તે પછી તેમાં કાંદા, આદૂની પેસ્ટ અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. તે પછી તેમાં લાલ કોળું, સાકર, મીઠું, હળદર અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો. વાસણને ઢાંકણ વડે ઢાંકી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. છેલ્લે તેમાં આમચૂર પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. તરત જ પીરસો.

Pumpkin Dry Vegetable recipe In Gujarati

કોળાની સુકી ભાજી - Pumpkin Dry Vegetable recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૪ કપ લાલ કોળું
૧/૪ ટીસ્પૂન મેથીના દાણા
૧/૪ ટીસ્પૂન રાઇ
૧/૪ ટીસ્પૂન જીરૂ
૧/૪ ટીસ્પૂન વરિયાળી
૧/૨ ટીસ્પૂન ધાણા પાવડર
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ કપ સ્લાઇસ કરેલા કાંદા
૧ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૧ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન આમચૂર
કાર્યવાહી
    Method
  1. એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં મેથી અને રાઇ મેળવી ૧૦ સેકંડ સુધી સૂકા શેકી લો.
  2. તે પછી તેમાં જીરૂ, વરિયાળી, ધાણા પાવડર, મરચાં પાવડર અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧૦ સેકંડ સુધી રાંધી લો.
  3. તે પછી તેમાં કાંદા, આદૂની પેસ્ટ અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં લાલ કોળું, સાકર, મીઠું, હળદર અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો. વાસણને ઢાંકણ વડે ઢાંકી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. છેલ્લે તેમાં આમચૂર પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. તરત જ પીરસો.

Reviews