અડદની દાળની પુરી રેસીપી | મસાલેદાર અડદની દાળની પુરી | રાજસ્થાની મસાલેદાર પુરી | Rajasthani Urad Dal Stuffed Puri, Poori

અડદની દાળની પુરી રેસીપી | મસાલેદાર અડદની દાળની પુરી | રાજસ્થાની મસાલેદાર પુરી | spicy urad dal puris in gujarati |

તમારા બેઠકના ઓરડાને સંપૂર્ણ રાજસ્થાની વાતાવરણમાં બદલવા માટે આ સ્વાદિષ્ટ અડદની દાળની પુરીને મીઠા અથાણાં અને ગરમ ચા સાથે રવિવારે સવારે પીરસો.

આ પુરીના દરેક પાસામાં તફાવત છે - એક સ્તરે, ખાસ મસાલા સાથે પલાળેલી, પીસી અને સાતળીને આ અડદની દાળનું ભવ્ય પૂરણ છે; અને પછી ત્યાં કલોંજીના બીજની સુગંધ સાથે કણક છે. કોઈ શંકા વિના, આ મસાલેદાર અડદની દાળની પુરી તમને એક સ્વાદિષ્ટ રસોઈ તરીકે અલગ કરશે!

Rajasthani Urad Dal Stuffed Puri, Poori recipe In Gujarati

અડદની દાળની પુરી રેસીપી - Rajasthani Urad Dal Stuffed Puri, Poori recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૪ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૦ પુરી માટે
મને બતાવો પુરી

ઘટકો

કણિક માટે
૧ કપ મેંદો
૧/૪ કપ રવો
૧/૨ ટીસ્પૂન કલોંજી
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન તેલ

મસાલા પાવડર માટે
૧ ટેબલસ્પૂન જીરું
૧ ટેબલસ્પૂન આખા ધાણા
૧ ટીસ્પૂન વરિયાળી
કાળી મરી
આખા સૂકા કાશ્મીરી લાલ મરચાં , ટુકડામાં તોડી લો

પૂરણ માટે
૩/૪ કપ અડદની દાળ
૨ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર

બીજી જરૂરી વસ્તુઓ
તેલ , તળવા માટે

પીરસવા માટે
ખાટું મીઠું અથાણું
કાર્યવાહી
કણિક બનાવવા માટે

    કણિક બનાવવા માટે
  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો, સારી રીતે મિક્સ કરો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને કડક કણિક તૈયાર કરી લો.
  2. ૧૫ થી ૨૦ મિનિટ માટે બાજુ પર રાખો.

મસાલા પાવડર બનાવવા માટે

    મસાલા પાવડર બનાવવા માટે
  1. પોહળા નૉન-સ્ટીક પૅનમાં તમામ ઘટકોને ભેગા કરો અને ૨ થી ૩ મિનિટ સુધી અથવા જ્યાં સુધી સુગંધ ન આવે ત્યાં સુધી ધીમા તાપ પર સુકુ શેકી લો.
  2. સહેજ ઠંડુ કરો અને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર બનાવો. એક બાજુ પર રાખો.

પૂરણ બનાવવા માટે

    પૂરણ બનાવવા માટે
  1. અડદની દાળને સાફ કરી ધોઈને પાણીમાં ૪ કલાક માટે પલાળી રાખો.
  2. ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કરીને મિક્સરમાં દરદરી પેસ્ટ બનાવી લો.
  3. એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં અડદની દાળની પેસ્ટ અને મીઠું ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી સાંતળી લો.
  4. મસાલા પાવડર ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
  5. કોથમીર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો. ઠંડુ થવા માટે બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. પૂરણને ૧૦ સમાન ભાગોમાં વહેંચો.
  2. કણિકનાં એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
  3. પૂરણનો એક ભાગ મધ્યમાં મૂકો અને પછી તેની બાજુઓને વાળીને મધ્યમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો. થોડા તેલની મદદથી ફરી નાની પુરી વણી લો.
  4. ૯ વધુ સ્ટફ્ડ પુરીઓ બનાવવા માટે બાકીના ભાગો અને પૂરણ સાથે પુનરાવર્તન કરો.
  5. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને પુરીઓને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. ટીશ્યુ પેપર પર કાઢી લો.
  6. ખાટા મીઠા અથાણાં સાથે ગરમાગરમ પીરસો.

Reviews