ઉપમા રેસીપી | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી | Upma, Quick Upma Recipe, Breakfast Upma

ઉપમા રેસીપી | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી | upma in gujarati | with 19 amazing images.

ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. રવા ઉપમા બનાવવા માટે ભારતીય રસોડામાં ઉપલબ્ધ સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરીને ઝડપથી તૈયારી કરી શકાય છે, અને તેથી તે કોઈ પણ જાતની અડચણ વગર બનાવી શકાય છે.

નાસ્તા માટે ઉપમા રવાને શેકીને બનાવવામાં આવે છે, જેમાં પછી થોડા કાદાં સાથે મસાલાઓનો વઘાર હોય છે અને ધીમા તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધવામાં આવે છે.

Upma,  Quick Upma Recipe, Breakfast Upma In Gujarati

This recipe has been viewed 9535 times

उपमा की रेसिपी | झटपट रवा उपमा | सूजी उपमा | - हिन्दी में पढ़ें - Upma, Quick Upma Recipe, Breakfast Upma In Hindi 


ઉપમા રેસીપી | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી - Upma, Quick Upma Recipe, Breakfast Upma in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે

ઘટકો

ઉપમા માટે
૧ કપ રવો
૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઈ
૧ ટીસ્પૂન અળદની દાળ
કડી પત્તા
ચીરી પાડેલા લીલા મરચાં
૧/૪ કપ બારીક સમારેલા કાદાં
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન લીંબુનો રસ
૨ ટીસ્પૂન સાકર

ઉપમાને સજાવવા માટે
૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
કાર્યવાહી
ઉપમા બનાવવા માટે

    ઉપમા બનાવવા માટે
  1. ઉપમા બનાવવા માટે, કઢાંઈમાં રવો ગરમ કરો અને મધ્યમ તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા રહી સુકુ ૪ થી ૫ મિનિટ સુધી શેકી લો. એક બાજુ રાખો.
  2. કઢાંઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ ઉમેરો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં અડદની દાળ, કડી પત્તા અને લીલા મરચા નાખી મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
  4. કાદાં ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ માટે સાંતળી લો.
  5. શેકેલા રવો, ૩ કપ ગરમ પાણી અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી ઢાંકણથી ઢાકીને ધીમા તાપ પર થોડી થોડી વાર હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુઘી રાંધી લો.
  6. લીંબુનો રસ અને સાકર નાંખો, સારી રીતે મિક્લ કરી દો અને મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧ મિનિટ માટે રાંધી લો.
  7. એક ગ્લાસ બાઉલમાં ઉપમા ભરો અને પ્લેટ પર ડિમોલ્ડ કરો.
  8. કોથમીર વડે સજાવીને ઉપમાને તરત પીરસો.
વિગતવાર ફોટો સાથે ઉપમા રેસીપી | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી

અન્ય દક્ષિણ ભારતીય રેસિપીઓ:

  1. અમારી વેબસાઇટ પર અમારી પાસે દક્ષિણ ભારતીય વાનગીઓનો વિશાળ સંગ્રહ છે. તેથી આ ઉપમા રેસીપી | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી | upma in gujarati |  સિવાય, તમે બીજી વાનગીઓ અજમાવી શકો છો જેમ કે:

ઉપમા બનાવવા માટે

  1. એક કઢાંઈ ગરમ કરો અને તેમાં રવો નાંખો.
  2. મધ્યમ તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા રહી સુકુ ૪ થી ૫ મિનિટ સુધી શેકી લો. એક બાજુ રાખો. જ્યારે રવો થોડો ગુલાબી રંગનો થાય ત્યારે તાપને બંધ કરો.
  3. શેકેલા રાવાને થાળીમાં નાખો અને તેને બાજુમાં રાખો. જ્યારે રવો પૂરી રીતે શેકાઈ જશે ત્યારે તમાથી એક સુંદર સુગંધ મળશે. તમે મોટા પ્રમાણમાં રવો શેકી શકો છો, તેને બરણીમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે તમે ઉપમા બનાવવા માંગતા હો ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.
  4. બીજા કઢાંઈમાં તેલ ગરમ કરો.
  5. રવો નાખો. તે મોટાભાગની દક્ષિણ ભારતીય રેસિપીઓનો આવશ્યક હિસ્સો છે.
  6. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે કઢાંઈમાં અડદની દાળ ઉમેરો.
  7. આગળ, કડી પત્તા ઉમેરો.
  8. મસાલા માટે લીલા મરચા નાખો. ઉપમાની સુગંધ અને સ્વાદ વધારવા માટે તમે સુકા લાલ મરચાં અને બારીક સમારેલા આદુનો ઉપયોગ પણ કરી શકો છો. મધ્યમ તાપ પર થોડીક સેકંડ માટે વઘારને સાંતળી લો. વઘારને બાળવા નહીં દેતા.
  9. કાદાં ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ માટે સાંતળો. કાદાં ઉપમાને ઇચ્છિત ક્રંચ અને સ્વાદ પ્રદાન કરે છે.
  10. હવે, કઢાંઈમાં શેકેલો રવો ઉમેરવાનો સમય છે.
  11. સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
  12. રવાને રાંધવા માટે ૩ કપ ગરમ પાણી પણ ઉમેરો.
  13. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને ઢાંકણથી ઢાંકીને ધીમા તાપ પર થોડી થોડી વારે હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુઘી રાંધી લો.
  14. ઢાંકણ ખોલો અને ઇચ્છિત ચટપટા સ્વાદ માટે લીંબુનો રસ ઉમેરો.
  15. સ્વાદને સંતુલિત કરવા માટે સાકર પણ ઉમેરો.
  16. ઉપમાને સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧ મિનિટ માટે રાંધી લો. લીંબુ ઉમેર્યા પછી લાંબા સમય સુધી રાંધવાથી તે ઉપમાને કડવો બનાવી શકે છે.
  17. તેને બાઉલનો આકાર આપવા માટે ગરમ ઉપમાને ગ્રીસ ગ્લાસ બાઉલમાં નાખો.
  18. ઉપમાને | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી | upma in gujarati | ડિમોલ્ડ કરવા પ્લેટ પર થોડું ટેપ કરો.
  19. કોથમીર વડે સજાવીને ઉપમાને | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી | upma in gujarati | પીરસો. તમે સંભાર અને દક્ષિણ ભારતીય ચટણી સાથે પણ એનો આનંદ લઈ શકો છો.

Reviews