ફૂલગોબીના પાનના મુઠિયા ની રેસીપી | Cauliflower Greens and Besan Muthia

ઘણીવાર આપણે બજારમાંથી લીલીછમ ફૂલકોબી લઇ આવતા હોઇએ છે, પણ તેના લીલા પાન કાઢીને ફેંકી દઇએ અને ફક્ત ફૂલકોબીના ફૂલનો જ સંગ્રહ કરીએ છીએ.

પણ અહીં આ ફૂલકોબીના પાનનો વપરાશ કેવી રીતે કરવો તે રજૂ કર્યું છે. ફૂલકોબીના પાનમાં લોહતત્વ અને ફોલીક એસિડ સારા પ્રમાણમાં હોય છે, જે સગર્ભા મહિલાઓ માટે અતિ ઉત્તમ ગણાય છે.

ફૂલકોબીના લીલા પાન અને ચણાના લોટના બાફેલા મુઠિયા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તાની વાનગી છે, જે તમારી લોહતત્વ અને ફોલીક એસિડની જરૂરિયાત પૂરી કરીને શરીરમાં હેમોગ્લોબીનનો વધારો કરે છે. તમને આ પારંપારિક મુઠિયાનો સ્વાદ અને તેની લહેજત જરૂરથી ગમશે.

Cauliflower Greens and Besan Muthia recipe In Gujarati

ફૂલગોબીના પાનના મુઠિયા ની રેસીપી - Cauliflower Greens and Besan Muthia recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ સમારેલા ફૂલગોબીના પાન
૩/૪ કપ ચણાનો લોટ
૧/૨ કપ ઘંઉનો લોટ
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૨ ટીસ્પૂન સાકર
૨ ટીસ્પૂન તેલ
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ , વધાર કરવા માટે
૧/૨ ટીસ્પૂન રાઈ
૧ ટીસ્પૂન તલ
૧/૪ ટીસ્પૂન હીંગ

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં ફૂલગોબીના પાન, ચણાનો લોટ, ઘંઉનો લોટ, મરચાં પાવડર, હળદર, સાકર, તેલ, કોથમીર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરીને જરૂરી પાણી મેળવીને નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૨ સરખા ભાગ પાડી, દરેક ભાગના લગભગ ૧૫૦ મી. મી. (૬'') લાંબા અને ૨૫ મી. મી. (૧") ના જાડા ગોળ નળાકારના રોલ તૈયાર કરો.
  3. આમ તૈયાર થયેલા બન્ને રોલને તેલ ચોપડેલી ચારણીમાં મૂકી, ચારણીને સ્ટીમર (steamer)માં મૂકી ૧૦ મિનિટ સુધી બાફી લો. તે પછી તેને બહાર કાઢી સહેજ ઠંડા થવા ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
  4. દરેક રોલની ૧૨ મી. મી. (૧/૨")ની સ્લાઈસ કાપીને બાજુ પર રાખો.
  5. હવે વધાર કરવા માટે, એક ખુલ્લા નૉન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી, તેમાં રાઈ, તલ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં તૈયાર મુઠિયાની સ્લાઇસ ઉમેરી, સારી રીતે ઉપર-નીચે ફેરવી મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

Reviews