You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય સૂપ રેસિપિ, વેજ સૂપ > ક્રીમી સૂપ > પનીર અને પાલકનું સૂપ પનીર અને પાલકનું સૂપ | Paneer and Spinach Soup તરલા દલાલ પ્રોટીનયુક્ત પનીર અને પાલકનો એક બાઉલ સૂપ તમને જમણ જેટલો અહેસાસ કરાવશે. મગની દાળ, પનીર અને પાલક, આ સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે. જ્યારે કાંદા અને મરી તેમાં તીવ્ર પણ પસંદ પડે તેવા સ્વાદનો ઉમેરો કરે છે. Post A comment 11 Oct 2024 This recipe has been viewed 7932 times पनीर और पालक का सूप रेसिपी | पालक सूप के साथ पनीर | स्वस्थ पालक पनीर सूप - हिन्दी में पढ़ें - Paneer and Spinach Soup In Hindi paneer and spinach soup recipe | Indian palak soup with paneer | protein rich palak paneer soup | spinach cottage cheese soup | - Read in English પનીર અને પાલકનું સૂપ - Paneer and Spinach Soup recipe in Gujarati Tags ક્રીમી સૂપબાફીને બનતી રેસિપિભારતીય પાર્ટીના વ્યંજનમિક્સરનૉન-સ્ટીક પૅનબાળકો માટેનો પૌષ્ટિક આહારબાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧ કપ પનીર , ૧” x ૧/૪” ની લાંબી પટ્ટીમાં કાપેલું૧ કપ ઝીણી સમારેલી પાલક૨ ટેબલસ્પૂન પીળી મગની દાળ૧/૨ કપ મોટા સમારેલા કાંદા૨ ટીસ્પૂન માખણ મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં પનીર મેળવી, તેને હળવેથી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ અથવા પનીરનો રંગ થોડો બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લીધા પછી બાજુ પર રાખો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પીળી મગની દાળ, પાલક, કાંદા અને ૫ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા દાળ બરોબર રંધાઇ જાય ત્યા સુધી રાંધી, ઠંડી થવા બાજુ પર રાખો.જ્યારે દાળ સંપૂર્ણ ઠંડી પડે, ત્યારે તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી બનાવી લીધા પછી તેને ગરણીથી ગાળી લો.આ ગાળેલી પ્યુરીને એ જ પૅનમાં નાંખી તેમાં મીઠું, મરીનું પાવડર અને પનીરના ટુકડા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન