અમીરી ખમણ, ગુજરાતી સેવ ખમણી રેસીપી, સુરતી સેવ ખમણી | Amiri Khaman, Gujarati Sev Khamani Recipe

અમીરી ખમણ | ગુજરાતી સેવ ખમણી રેસીપી | સુરતી સેવ ખમણી | amiri khaman recipe in gujarati

અમીરી ખમણ એક મસાલેદાર ચા ના સમય નો નાસ્તો, જેમાં લસણ નો વઘાર અને દાડમ અને નાળિયેર નાખી બનાવાય છે. જો તમારી પાસે રાતે બનાવેલા ખમણ ઢોકળા બાકી છે તો એ તમારા માટે એક બોનસ હશે, ને તમે બતાવેલી પ્રક્રિયાથી ઝડપથી અને સરળ રીતે સુરતી સેવ ખામણી બનાવી શકો.

Amiri Khaman, Gujarati Sev Khamani Recipe In Gujarati

This recipe has been viewed 16448 times

अमीरी खमण रेसिपी , गुजराती सेव खमणी - हिन्दी में पढ़ें - Amiri Khaman, Gujarati Sev Khamani Recipe In Hindi 


અમીરી ખમણ, ગુજરાતી સેવ ખમણી રેસીપી, સુરતી સેવ ખમણી - Amiri Khaman, Gujarati Sev Khamani Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

અમીરી ખમણ બનાવા માટે સામગ્રી
૨૦ ખમણ ઢોકળા
૧ ટેબલસ્પૂન તેલ
૨ ટીસ્પૂન રાઇ
૨ ટીસ્પૂન ઝીણુ સમારેલુ લસણ
૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા
૧/૪ ટીસ્પૂન હીંગ
૨ ટેબલસ્પૂન પીસેલી સાકર
૨ ટેબલસ્પૂન દાડમ
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર.
૨ ટેબલસ્પૂન તાજું ખમણેલું નાળિયેર
૩ ટેબલસ્પૂન સેવ
કાર્યવાહી
અમીરી ખમણ બનાવા માટે વિધિ

    અમીરી ખમણ બનાવા માટે વિધિ
  1. અમીરી ખમણ બનાવવા માટે, ખમણ ને ભૂક્કો કરી વાટકીમાં નાંખો અને બાજુ માં રાખો.
  2. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો એને તેમાં રાઇ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમા લસણ અને હીંગ નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ આંચ પર સાંતળો.
  4. હવે આ તૈયાર થયેલા વઘારને ભૂક્કો કરેલા ખમણ ઉપર નાંખો અને બરાબર મિક્સ કરી લો.
  5. તેમાં પીસેલી સાકર, દાડમ, કોથમીર અને નાળિયેર નાખીને બરાબર મિક્સ કરી લો.
  6. પીરસતાં પહેલાં સેવ નાંખો અને બરાબર મિક્સ કરી લો.
  7. અમીરી ખમણને તરત જ પીરસો.

Reviews