You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી ખીચડી / ભાત રેસીપી > બાદશાહી ખીચડી બાદશાહી ખીચડી રેસીપી | બાદશાહી દાળ ખીચડી | વેજીટેબલ સાથે ગુજરાતી મસાલા ખીચડી | શાહી ખીચડી | Badshahi Khichdi, Gujarati Masala Khichdi તરલા દલાલ બાદશાહી ખીચડી રેસીપી | બાદશાહી દાળ ખીચડી | વેજીટેબલ સાથે ગુજરાતી મસાલા ખીચડી | શાહી ખીચડી | badshahi khichdi recipe in Gujarati | with 63 amazing images.સામાન્ય રીતે ખીચડી શબ્દ સાંભળતા આપણા મનમાં એક સાદા અને સરળ જમણની છબી રજૂ થાય છે, પણ અહીં એક શાહી ખીચડી પ્રસ્તુત કરવામાં આવી છે. દાળ અને ચોખાના સંયોજનની સાથે રોજીંદા મસાલા ઉમેરી બનતી આ ખીચડીની ઉપર એક સ્વાદિષ્ટ બટાટાની ભાજી બનાવીને તેની ઉપર વઘારેલું દહીંનું થર પાથરવામાં આવ્યું છે. આ બાદશાહી ખીચડીને ગરમા ગરમ પીરસવાથી એક સંપૂર્ણ જમણનો અહેસાસ જરૂરથી થશે. તે છતાં પણ અહીં એક રસપ્રદ વાતની નોંધ કરવા જેવી છે કે આ સહેલાઈથી બનતી શાહી ખીચડીમાં સામાન્ય રીતે વપરાતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Post A comment 01 Mar 2023 This recipe has been viewed 9711 times बादशाही खिचड़ी रेसिपी | बादशाही दाल खिचड़ी | शाही मसाला खिचड़ी | वेजिटेबल गुजराती खिचड़ी - हिन्दी में पढ़ें - Badshahi Khichdi, Gujarati Masala Khichdi In Hindi badshahi khichdi recipe | badshahi dal khichdi | Gujarati masala khichdi with vegetables | shahi khichdi | - Read in English બાદશાહી ખીચડી રેસીપી - Badshahi Khichdi, Gujarati Masala Khichdi recipe in Gujarati Tags ગુજરાતી ખીચડી / ભાત રેસીપીવન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનખીચડી રેસિપીનું કલેક્શન | વેજ ખીચડીપ્રેશર કૂકરમાં બનતા ભાતની રેસિપિમધર્સ્ ડેભારતીય પાર્ટીના વ્યંજન તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   કુલ સમય : ૫૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ભાત માટે૧ કપ ચોખા૧/૨ કપ તુવરની દાળ૨ ટેબલસ્પૂન ઘી૪ લવિંગ૨૫ મિલીમીટર (૧”) નો તજનોટુકડો એક ચપટીભર હીંગ૧/૪ ટીસ્પૂન હળદર મીઠું , સ્વાદાનુસારબટાટાની ભાજી માટે૧ ૧/૨ કપ છોલીને ટુકડા કરેલા બટાટા૨ ટેબલસ્પૂન ઘી૧ ટીસ્પૂન રાઇ૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ૧/૪ ટીસ્પૂન હળદર૧ ટીસ્પૂન મરચાં પાવડર૧ ટીસ્પૂન ધાણા પાવડર મીઠું , સ્વાદાનુસાર૧/૪ કપ તાજું દહીંવઘારેલી દહીં માટે૧ કપ તાજું દહીં મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન ઘી૧ ટીસ્પૂન રાઇ૪ to ૬ કડી પત્તાસજાવવા માટે૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી ભાત માટેભાત માટેચોખા અને તુવરની દાળ સાફ કરી, ધોઇને લગભગ ૧૫ મિનિટ સુધી જરૂરી પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં લવિંગ અને તજ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં હીંગ અને હળદર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.તે પછી તેમાં ચોખા, તુવરની દાળ, મીઠું અને ૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૪ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.બટાટાની ભાજી માટેબટાટાની ભાજી માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં રાઇ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં આદૂ-મરચાંની પેસ્ટ, હળદર, મરચાં પાવડર અને ધાણા પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.પછી તેમાં બટાટા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા બટાટા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.વઘારેલા દહીં માટેવઘારેલા દહીં માટેએક બાઉલમાં દહીં અને મીઠું મેળવી દહીંને જેરી લીધા પછી બાજુ પર રાખો.એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમા રાઇ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.આ વઘારને જેરી લીધેલા દહીં પર રેડી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતપીરસતા પહેલા, એક પીરસવાની ડીશમાં ભાત મૂકો અને તેની પર બટાટાનું શાક સરખી રીતે પાથરીને છેલ્લે તેની પર વઘારેલું દહીં સરખી રીતે રેડી લો.કોથમીર વડે સજાવીને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન