ચાવ-ચાવ ભાત | Chow Chow Bhaat

ચાવ-ચાવ ભાત કર્ણાટક રાજ્યની એક અનુપમ વાનગી છે. આ અનંત ખજાના જેવી વાનગીનો આનંદ નાસ્તામાં કે પછી સાંજના અલ્પાહાર માટે કે પછી રાતના જમણમાં માણવા જેવો છે, છતાં લોકો તેનો સવારના નાસ્તામાં વધુ આનંદ માણે છે. આમ તો આ ભાત મૂળ બે વાનગીઓ એટલે કે મસાલાવાળા ભાત અને મીઠા કેસરવાળા ભાતનું સંયોજન છે જે બન્ને વાનગીઓ રવા વડે તૈયાર કરવામાં આવે છે. મસાલાવાળા ભાત થોડા ઉપમા જેવા તૈયાર થાય છે અને તે થોડા તીખાશવાળા બને છે કારણકે તેમાં ખારાભાત પાવડર, માલવણી મસાલા કે રસમ પાવડર મેળવવામાં આવે છે. જ્યારે મીઠા ભાતમાં સાકર અને સુગંધી મસાલા સાથે અનાનસ કે ચીકુ જેવા ફળો ઉમેરવામાં આવ્યા છે. આ મીઠા અને મસાલાવાળા ભાતનો સ્વાદ તમારા દીવસની શરૂઆત મજેદાર બનાવશે.

Chow Chow Bhaat recipe In Gujarati

This recipe has been viewed 5085 times

Chow Chow Bhaat - Read in English 


ચાવ-ચાવ ભાત - Chow Chow Bhaat recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

રવા ભાત માટે
૧/૨ કપ રવો
૧ કપ ઘી
૨ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧ ટીસ્પૂન અડદની દાળ
૧ ટીસ્પૂન ચણાની દાળ
કડીપત્તા
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા ગાજર
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા ટમેટા
૧/૨ ટીસ્પૂન સાકર
૧ ટીસ્પૂન માલવણી મસાલો
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર

કેસરી ભાત માટે
૧/૨ કપ રવો
૧/૨ કપ સાકર
એક ચપટીભર કેસરના રેસા
૧ ટેબલસ્પૂન કીસમીસ
૧ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
એક ચપટીભર કેસરી રંગ
૧/૪ ટીસ્પૂન એલચી પાવડર
૨ ટેબલસ્પૂન ઘી
કાર્યવાહી
રવા ભાત માટે

    રવા ભાત માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં રવાને મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી સૂકો શેકી લીધા પછી તેને બાજુ પર રાખો.
  2. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં કાજૂ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો, પછી તેને ટીશ્યુ પેપર પર કાઢી બાજુ પર રાખો.
  3. એ જ પૅનમાં રાઇ, અડદની દાળ, ચણાની દાળ અને કડીપત્તા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં ગાજર અને ટમેટા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. તે પછી તેમાં સાકર અને માલવણી મસાલો મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  7. તે પછી તેમાં શેકેલો રવો અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી રાંધી લો.
  8. છેલ્લે તેમાં ૨ કપ ગરમ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
  9. હવે તાપ બંધ કરી, તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

કેસરી ભાત માટે

    કેસરી ભાત માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં રવાને મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી શેકી લીધા પછી બાજુ પર રાખો.
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં સાકર અને ૨ ૧/૨ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી અથવા સાકર ઓગળે ત્યાં સુધી ઉકાળી લો.
  3. પછી તેમાં કેસર, કીસમીસ, કાજૂ અને કેસરી રંગ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
  4. હવે તેમાં ધીમે-ધીમે રવો અને એલચીનો પાવડર મેળવતા રહી તેને વલોણા વડે વલોવતા રહી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લીધા પછી તેમાં ઘી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  5. પીરસવાની રીત
  6. રવા ભાત અને કેસરી ભાત બન્ને સાથે પીરસો.

Reviews