આ મસાલેદાર ગરમ વાનગીમાં વિવિધ શાક તેને રંગીન અને સુવાસિત બનાવે છે. ઉપરાંત બ્રાઉન ચોખામાં રહેલા વિવિધ પૌષ્ટિક ગુણો જેવા કે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામીન-એ અને લોહ તત્વને ફાઇબરયુક્ત શાકભાજી અને લીલી પેસ્ટ સાથે મેળવવાથી એક સ્વાદિષ્ટ અને આરોગ્યદાઇ વાનગી તૈયાર થાય છે. તમે જ્યારે આ તેલ વગરની હરાભરા સબ્જ પુલાવ વાનગી બનાવશો ત્યારે પારંપરિક રીતે તૈયાર થતા ચરબીયુક્ત પુલાવ પ્રત્યેની તમારી કુમળી લાગણીને પણ ભુલી જશો. આ પુલાવ સાથે પાલક કઢી અને પાપડના ચુરાનો સ્વાદ જરૂરથી માણવા જેવો છે.
12 Jan 2020
This recipe has been viewed 3861 times