You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રોટી / પરોઠા > લચ્ચા પરાઠા લચ્ચા પરાઠા | Lachha Paratha, How To Make Lachha Paratha તરલા દલાલ લચ્ચા પરાઠાને તમે જોશો તો તમને કારણ સ્પષ્ટ થઇ જશે કે, તે શું કામ, ઉત્તર ભારતના સૌથી લોકપ્રિય પરાઠાઓમાંથી એક છે. પડવાળા પરાઠાને જોવાજ બહુ ગમે છે અને ખાવાતો તેનાથી વધુ ગમે છે કારણકે તેના દરેક પડ પર ઘી ને લીધે તે કરકરા અને મોઢામાં મુક્તાની સાથે પીગળી જાય તેવા હોય છે. આદર્શ લચ્ચા પરાઠા બનાવવા માટે તેને બરોબર વણવા જરૂરી છે. જો કે, શરૂઆતમાં તમને અઘરું લાગશે પણ એક કે બે બનાવ્યા પછી તમને તેની ફાવટ આવી જશે. તો, કાઢો તમારા પાટલા-વેલણ, અને શીખીયે મોઢામાં પાણી લાવે તેવા પડવાળા પરોઠા બનાવતા. Post A comment 21 Oct 2024 This recipe has been viewed 8586 times लच्छा पराठा रेसिपी | गेहूं के आटे का लच्छा पराठा | पंजाबी लच्छेदार पराठा | भारतीय पराठा - हिन्दी में पढ़ें - Lachha Paratha, How To Make Lachha Paratha In Hindi laccha paratha recipe | Punjabi lachedar paratha | Indian layered paratha | how to make lachha paratha | - Read in English Lachha Paratha Video લચ્ચા પરાઠા - Lachha Paratha, How To Make Lachha Paratha recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠાભારતીય પાર્ટીના વ્યંજનતવો વેજબપોરના અલ્પાહાર પરોઠા રેસીપીરાત્રિભોજન માટે રોટી તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૫પરોઠા માટે મને બતાવો પરોઠા ઘટકો ૨ કપ ઘઉંનો લોટ૨ ટેબલસ્પૂન ઘી , કણિક માટે મીઠું , સ્વાદાનુસાર ઘઉંનો લોટ , વણવા અને છાંટવા માટે૭ ટીસ્પૂન ઘી , ચોપડવા માટે ઘી , રાંધવા માટે કાર્યવાહી Methodએક બાઉલમાં ઘઉંનો લોટ, ૨ ટેબલસ્પૂન ઘી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, જરૂરી થોડું ગરમ પાણી ઉમેરી, મસળીને નરમ કણિક બનાવો.કણિકના ૭ સરખા ભાગ પાડો.હવે કણિકના એક ભાગને ૨૦૦ મી. મી. (૮”)વ્યાસના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.તેની પર ૧ ટીસ્પૂન ઘી એકસરખું ચોપડી લો.તેની પર થોડો ઘઉંનો લોટ એકસરખો છાંટી તેને બરોબર ફેલાવી દો.નીચે બતાવેલી તસ્વીર મુજબ, હવે રોટીને, એક છેડા થી બીજા છેડા સુધી, પંખા જેવી, બન્ને બાજુએ ગડી વાળી લો. યાદ રાખજો કે તમે વચ્ચે-વચ્ચે તમે તેને ધીમેથી દબાવતા રહો.હવે તેને તમે ફરીથી, એક છેડા થી બીજા છેડા સુધી વીંટાળીને, સ્વીસ રોલ બનાવો અને ખુલ્લા છેડાને નીચેના મધ્ય ભાગમાં દબાવીને સીલ કરો.હવે સ્વીસ રોલને, સીલ કરેલો ભાગ ઉપર રહે તે રીતે ફેરવીને મૂકો અને ધીમેથી તેને ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, પરોઠાને થોડા ઘીની મદદથી, પરોઠાની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.હવે પરાઠાને એક પ્લેટ પર મૂકી, તેની બહારની દરેક બાજુએથી અંદરની તરફ એ રીતે દબાવો કે તેના પડ વધારે દેખાય.રીત ક્રમાંક 3 થી ૧૦ પ્રમાણે બાકીના ૬ પરોઠા પણ તૈયાર કરી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન