You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય કચુંબર વાનગીઓ, વેજ સલાડ રેસિપિ > રાઈતા / કચૂંબર > દૂધીનો રાઇતો ની રેસીપી દૂધીનો રાઇતો ની રેસીપી | Lauki ka Raita, Dudhi Raita તરલા દલાલ દૂધીની પોષણ શક્તિ અને પ્રોટીનયુક્ત દહીંનો સંગાથ એટલે ખાઇપીને મોજ માણવાનો અનેરો આનંદ તમને આ એક વસ્તુ વડે બનતા રાઇતામાં મળશે. જો તમને ચિંતા થતી હોય કે એકલી દૂધીનો રાઇતો તો નરમ માવા જેવો થશે, પણ અહીં તેમાં વિચારીને કરેલા થોડા ફેરફાર તમને વધુ આનંદીત કરે એવા છે. કાંદા, લીલા મરચાં અને આદૂની સાથે દૂધીને રાંધવાથી, આ રાઇતાને એક વિશિષ્ટ પ્રકારની સુગંધ મળે છે, ઉપરાંત ભુક્કો કરેલી મગફળી તેની સુવાસને વધુ મધુર બનાવી મોઢામાં પાણી છૂટે એવો બનાવે છે. છેલ્લે તેનો પારંપારિક વઘાર આ દૂધીના રાઇતાને ખુશ્બુદાર અને સ્વાદિષ્ટ બનાવે છે. આ રાઇતાને લજીજ પરોઠા અને બાજરા, મગ અને લીલા વટાણાની ખીચડી સાથે પીરસીને તેનો આનંદ માણો. Post A comment 14 Jun 2022 This recipe has been viewed 8142 times लौकी का रायता | दूधी का रायता | पौष्टिक लौकी का रायता | - हिन्दी में पढ़ें - Lauki ka Raita, Dudhi Raita In Hindi lauki ka raita | doodhi raita | dudhi raita | bottle gourd raita | - Read in English Lauki ka Raita Video દૂધીનો રાઇતો ની રેસીપી - Lauki ka Raita, Dudhi Raita recipe in Gujarati Tags રાઈતા / કચૂંબરભારતીય પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક પૅન4 સામગ્રી ના ઉપયોગ થી બનતી રેસિપિ3 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિબાળકો માટે પ્રોટીન યુક્ત આહારપૌષ્ટિક વિટામિન B2 યુક્ત રીબોફ્લેવિન માટે રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૧ મિનિટ   કુલ સમય : ૨૧ મિનિટ    ૩માત્રા માટે ઘટકો ૧ કપ સમારેલી દૂધી૧/૪ કપ સ્લાઇસ કરેલા કાંદા૧/૪ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ૧ કપ જેરી લીધેલું તાજું દહીં૩ ટેબલસ્પૂન શેકીને અર્ધકચરી કરેલી મગફળીમીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન રાઇ૭ થી ૮ કડીપત્તા કાર્યવાહી Method. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધી, કાંદા, લીલા મરચાં, આદૂ અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી, પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી અથવા પાણીનું બાષ્પીભવન થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી ઠંડું થવા બાજુ પર રાખો.હવે આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં મૂકી તેમાં દહીં, મગફળી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.વઘાર તૈયાર કરવા માટે એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડીપત્તા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.હવે આ વઘારને તૈયાર કરેલા દહીં-દૂધીના મિશ્રણ પર રેડી સારી રીતે મિક્સ કરી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન