ગરમ માલપુઆ એવા આકર્ષક છે કે તમે તેને ટાળી જ ન શકો પછી ભલે તે સાદા ગરમ માલપુઆ હોય કે રબળીવાળા. આ માલપુઆ જરૂરથી ઘરે બનાવજો પણ અહીં બતાવેલી અલગ રીત પ્રમાણે. આ માલપુઆને તળવાને બદલે ઓછા ઘી માં ફ્રાઇંગ પૅનમાં રાંધવામાં આવ્યા છે અને તે જોઇએ એવા જ નરમ પણ બને છે.

Malpua Recipe ( Quick Shallow Fried ) In Gujarati

This recipe has been viewed 32526 times

मालपुआ - हिन्दी में पढ़ें - Malpua Recipe ( Quick Shallow Fried ) In Hindi 


માલપુઆ - Malpua Recipe ( Quick Shallow Fried ) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૮માલપુઆ. માટે
મને બતાવો માલપુઆ.

ઘટકો
૪ ટેબલસ્પૂન મેંદો
૧/૨ કપ ફ્રેશ ક્રીમ
ઘી , ચોપડવા અને તળવા માટે

સાકરની ચાસણી માટે
૩/૪ કપ સાકર
૨ ટીસ્પૂન ગુલાબ જળ
૨ ચપટીભર કેસર , ૨ ટીસ્પૂન દૂધમાં ઓગાળેલી

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન બદામની કાતરી
૧ ટેબલસ્પૂન પીસ્તાની કાતરી
કાર્યવાહી
સાકરની ચાસણી માટે

    સાકરની ચાસણી માટે
  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ૩/૪ કપ પાણીમાં સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા સાકર બરોબર ઓગળીને ૧ તારી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી રાંધી લો.
  2. તે પછી તેમા ગુલાબ જળ મેળવી તાપ બંધ કરી દો.
  3. તે પછી તેમાં કેસર-દૂધનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક બાઉલમાં મેંદો અને ફ્રેશ ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરીને ખાત્રી કરો કે તેમાં ગઠ્ઠા ન રહે. તે પછી તેને બાજુ પર રાખો.
  2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં ઘી ચોપડી લો. તેની ઉપર થોડું તૈયાર કરેલું ખીરૂ રેડીને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં એકસમાન પાથરી લો.
  3. તેને થોડા ઘી વડે તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો.
  4. આમ તૈયાર થયેલા માલપુઆને સાકરની ચાસણીમાં ડુબાળી લો.
  5. આ જ પ્રમાણે બાકીના ખીરા વડે બીજા ૭ માલપુઆ તૈયાર કરી બદામ અને પીસ્તાની ચીરી વડે સજાવીને તરત જ પીરસો.

Reviews