શકરટેટીનું સ્મૂધી | Melon Smoothie, Kharbuja Smoothie

સંતરાના રસ સાથે મલાઇદાર વેનીલા આઇસક્રીમમાં બહુ પ્રખ્યાત નહીં એવી શકરટેટી મેળવીને તૈયાર થતું આ શકરટેટીની સ્મૂધી એક સુઘડ અને મજેદાર પીણું છે. આ સ્મૂધીને શકરટેટીના વેજીસ વડે સજાવીને પીરસસો, ત્યારે તેના દેખાવમાં ઓર વધારો થયેલો લાગશે.

Melon Smoothie, Kharbuja Smoothie recipe In Gujarati

This recipe has been viewed 4884 times



શકરટેટીનું સ્મૂધી - Melon Smoothie, Kharbuja Smoothie recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨મોટા ગ્લાસ માટે
મને બતાવો મોટા ગ્લાસ

ઘટકો
૧ ૧/૨ કપ છોલીને બીયા કાઢીને ટુકડા કરેલી શકરટેટી
૧/૨ કપ તૈયાર મળતો સંતરાનો રસ
૪ ટેબલસ્પૂન તાજું ઠંડું દહીં
૧/૨ કપ વેનીલા આઇસક્રીમ
૨ ટેબલસ્પૂન સાકર

સજાવવા માટે
શકરટેટીના વેજ
કાર્યવાહી
    Method
  1. મિક્સરના જારમાં સંતરાનો રસ, દહીં, વેનીલા આઇસક્રીમ, શકરટેટી અને સાકર મેળવી સુંવાળું અને ફીણદાર પીણું તૈયાર કરો.
  2. આ પીણાને ૨ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
  3. પછી દરેક ગ્લાસની કીનારીઓને શકરટેટીના વેજ વડે સજાવીને તરત જ પીરસો.

Reviews