You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > તમિળનાડુ પ્રદેશના વિવિધ વ્યંજન > મલગાપડી પાવડર, દક્ષિણ ભારતીય ગન પાવડર મલગાપડી પાવડર, દક્ષિણ ભારતીય ગન પાવડર | Milagai Podi, Malgapodi Powder, South Indian Gun Powder Recipe તરલા દલાલ આ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાવડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાવડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ઘી અથવા તલનું તેલ મેળવી તેને ચટણીની જેમ ઇડલી અને ઢોસા સાથે કે પછી ઉત્તાપા પર છાંટીને તેનો આનંદ મેળવી શકાય છે. અહીં ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે તમે આ મલગાપડી પાવડર બનાવો ત્યારે તેની દરેક સામગ્રીને વાનગીની જરૂરત પ્રમાણે અલગ-અલગ માપસર શેકવી. આ પાવડરનો સંગ્રહ તમે હવાબંધ બરણીમાં ૧ મહીનો કે પછી વધારે સમય સુધી પણ કરી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવો. Post A comment 16 Sep 2021 This recipe has been viewed 9011 times मिलगई पोडी रेसिपी | मलगापडी पाउडर | मलगापोडी पाउडर | दक्षिण भारतीय गन पाउडर - हिन्दी में पढ़ें - Milagai Podi, Malgapodi Powder, South Indian Gun Powder Recipe In Hindi milagai podi recipe | malgapodi powder | South Indian gun powder | - Read in English Malgapodi Powder Video મલગાપડી પાવડર, દક્ષિણ ભારતીય ગન પાવડર - Milagai Podi, Malgapodi Powder, South Indian Gun Powder Recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય પોડીતમિળનાડુ પ્રદેશના વિવિધ વ્યંજનચટણી રેસિપિ, ભારતીય ચટણી રેસિપિભારતીય પાર્ટીના વ્યંજનમિક્સરઝટ-પટ ચટણી તૈયારીનો સમય: ૨ મિનિટ   બનાવવાનો સમય: ૬ મિનિટ   કુલ સમય : ૮ મિનિટ    ૨કપ માટે મને બતાવો કપ ઘટકો ૧ કપ અડદની દાળ૨ ટેબલસ્પૂન ચણાની દાળ૧૨ આખા લાલ કાશ્મીરી મરચાં૧૦ to ૧૨ કડી પત્તા૧/૨ ટીસ્પૂન હીંગ મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક પહોળા નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, તેમાં અડદની દાળને મઘ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા દાળ હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સૂકી શેકી એક સપાટ ડીશમાં કાઢી ઠંડી થવા બાજુ પર રાખો.એ જ પૅનમાં હવે ચણાની દાળ નાંખીને મઘ્યમ તાપ પર ૨ મિનિટ સુધી અથવા દાળ હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સૂકી શેકી એ જ ડીશમાં કાઢી ઠંડી થવા બાજુ પર રાખો.ફરી એ જ પૅનમાં લાલ મરચાં નાંખીને તેને પણ ૩૦ સેકંડ સુધી શેકી લો.તે પછી તેમાં કડી પત્તા મેળવી ૧ મિનિટ સુધી સૂકા શેકી લો.હવે લાલ મરચાં અને કડી પત્તા એ જ ડીશમાં કાઢી સરખી રીતે છુટા કરી સંપૂર્ણ મિશ્રણને ઠંડું થવા ૧૫ થી ૨૦ મિનિટ બાજુ પર રાખો.આ મિશ્રણમાં હીંગ અને મીઠું મેળવી મિક્સરમાં ફેરવી સહેજ કરકરૂં પાવડર તૈયાર કરો.આ પાવડરને હવાબંધ બરણીમાં ભરી રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન