ઓરીયો ચીઝ કેક કુકીઝ ની રેસીપી | Oreo Cheesecake Cookies

આ મધ્યમાં નરમ એવા કુકીઝ અદભૂત તો છે, ઉપરાંત દુનિયાની એક અજાયબી જેવા પણ છે. અમારી ખાત્રી છે કે તમને તે જરૂરથી ગમશે. આ ઓરીયો ચીઝ કેક કુકીઝનો સ્વાદ તમે આગળ ક્યારે પણ માણયો નહીં હોય એવો છે.

આ કુકીઝ ફક્ત કરકરા જ નથી પણ એક અલગ બનાવટ ધરાવે છે કારણકે તે મધ્યમાં નરમ ચીઝકેક જેવા છે. આ કુકીઝની કણિક ક્રીમચીઝ અને ચોકલેટ ચીપ્સ્ વડે બનાવી તેમાં થોડું વેનીલા એસેન્સ ઉમેરી છેલ્લે તેને બેક કરતા પહેલા ઓરીયો બિસ્કીટસ્ ના ભુક્કામાં રગદોળવામાં આવ્યા છે.

આમ અહીં તમને એક નવો અનુભવ મળે છે અને ચીઝકેક કરતાં એક મજેદાર સ્વાદિષ્ટ કુકીઝનો સ્વાદ માણવા મળે છે. ચોકલેટનો સ્વાદ ધરાવતા આ કુકીઝ તમારા ઉત્સાહમાં વધારો કરનાર પૂરવાર થશે એવું અમે નથી કહેતા, પણ તમે પોતે જ કહેતા થઇ જશો એની અમને ખાત્રી છે.

કુકીઝ ની રેસીપી પણ અજમાવો જેમ કે ઓટસ્ અને કિસમિસની કુકિઝ અને ચોકલેટ કૂકીઝ.

Oreo Cheesecake Cookies recipe In Gujarati

This recipe has been viewed 3916 times

Oreo Cheesecake Cookies - Read in English 


ઓરીયો ચીઝ કેક કુકીઝ ની રેસીપી - Oreo Cheesecake Cookies recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય:  ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૨ કુકીઝ માટે
મને બતાવો કુકીઝ

ઘટકો

ઓરીયો ચીઝ કેક કુકીઝ ની રેસીપી બનાવવા માટે
૧ કપ ભુક્કો કરેલા ઓરીયો બિસ્કીટસ્
૧/૨ કપ તૈયાર મળતું ક્રીમ ચીઝ
૧/૨ કપ મીઠા વગરનું નરમ માખણ
૧ કપ સાકર
૧ ટીસ્પૂન વેનીલા એસેન્સ
૧ કપ મેંદો
૧/૨ કપ ચોકલેટ ચીપ્સ્
કાર્યવાહી
ઓરીયો ચીઝ કેક કુકીઝ ની રેસીપી બનાવવા માટે

    ઓરીયો ચીઝ કેક કુકીઝ ની રેસીપી બનાવવા માટે
  1. એક બેકીંગ ટ્રે લઇ તેમાં બટર પેપર મૂકીને ટ્રે ને બાજુ પર રાખો.
  2. એક ઊંડા બાઉલમાં ક્રીમ ચીઝ અને માખણ મેળવી ફીણવાના સાધન (whisk) વડે મિક્સ કરી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  3. પછી તેમાં સાકર અને વેનીલા એસેન્સ મેળવી ફીણવાના સાધન (whisk) વડે મિક્સ કરી લો.
  4. તે પછી તેમાં મેંદો અને ચોકલેટ ચીપ્સ મેળવી ચપટ ચમચા (spatula) વડે તેને હળવેથી વાળી લો.
  5. હવે તૈયાર કરેલી કણિકમાંથી ૧ આઇસક્રીમના ચમચા (scooper) વડે એક સ્કુપ કણિક કાઢી તમારા હાથમાં મૂકી ગોળ બોલ જેવો ગોળાકાર આપી ગોળો તૈયાર કરીને ગોળાને ઓરીયો બિસ્કીટસ્ ના ભુક્કામાં રગદોળીને બોલ પર બિસ્કીટસ્ નો એક પડ દરેક બાજુ બને તેમ તૈયાર કરીને તેને બેકીંગ ટ્રે પર મૂકી દો.
  6. રીત ક્રમાંક ૫ મુજબ બીજા ૧૧ બોલ તૈયાર કરી લો.
  7. હવે આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) તાપમાન પર ૧૫ મિનિટ અથવા બોલ દરેક બાજુએથી હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બેક કરી લો.
  8. આમ બેક કરી લીધા પછી તેને ઠંડા થવા લગભગ ૩૦ મિનિટ રાખ્યા બાદ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી જ્યારે જરૂર લાગે ત્યારે ઉપયોગ કરો.

Reviews