You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન વ્યંજન > મુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ રેસિપિ > શેઝવાન ચોપસી ઢોસા ની રેસીપી શેઝવાન ચોપસી ઢોસા ની રેસીપી | Schezuan Chopsuey Dosa, Mumbai Roadside Schezwan Dosa Recipe તરલા દલાલ મુંબઇની પંચરંગી પ્રજાની પંચરંગી સંસ્કૃતિ માટે આ શેઝવાન ચોપસી ઢોસા એક અનોખી વાનગી છે. સામાન્ય રીતે મસાલા ઢોસામાં બટાટાનું પૂરણ હોય છે, જ્યારે અહીં જીભને સ્વાદિષ્ટ લાગે એવું શેઝવાન ચોપસીનું પૂરણ અને સ્વાદનું સંયોજન મજેદાર વાનગી બનાવે છે. સાથે નૂડલ્સ અને રંગીન શાકનું પૂરણ ઢોસાને ભપકાદાર પણ બનાવે છે.બીજી વિવિધ દક્ષિણ ભારતીય ઢોસા ની વાનગી પણ અજમાવો, તે છે રવા ઢોસા અને અડઇ. Post A comment 21 Jan 2022 This recipe has been viewed 6951 times नूडल्स डोसा रेसिपी | शेजवान चॉप्सी डोसा | चायनीज़ फ्लेवर नूडल्स डोसा | स्ट्रीट-स्टाइल नूडल्स डोसा - हिन्दी में पढ़ें - Schezuan Chopsuey Dosa, Mumbai Roadside Schezwan Dosa Recipe In Hindi Schezwan chopsuey dosa | noodle dosa | spring dosa | Street-style Schezwan noodle dosa | - Read in English Schezuan Chopsuey Dosa Video by Tarla Dalal શેઝવાન ચોપસી ઢોસા ની રેસીપી - Schezuan Chopsuey Dosa, Mumbai Roadside Schezwan Dosa Recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ |દક્ષિણ ભારતીય ઢોંસાદક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટમુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ રેસિપિ સાંજની ચહા સાથેના નાસ્તાવન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજન તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૪ ઢોસા માટે મને બતાવો ઢોસા ઘટકો શેઝવાન ચોપસી માટે૧/૪ કપ શેઝવાન સૉસ૧ કપ બાફેલા નૂડલ્સ૨ ટેબલસ્પૂન માખણ૧ કપ સમારેલા કાંદા૧ કપ પાતળી લાંબી કાપેલી કોબી૩/૪ કપ પાતળા લાંબા કાપેલા ગાજર૩/૪ કપ પાતળા લાંબા કાપેલા સિમલા મરચાં૨ ટેબલસ્પૂન ટમૅટો કેચપ૧ ટેબલસ્પૂન ચીલી સૉસ મીઠું, સ્વાદાનુસાર૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગઅન્ય જરૂરી વસ્તુઓ૨ કપ તૈયાર મળતું ઢોસાનું ખીરૂં પીગળાવેલું માખણ , રાંધવા માટેપીરસવા માટે નાળિયેરની ચટણી કાર્યવાહી શેઝવાન ચોપસી માટેશેઝવાન ચોપસી માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં કોબી, ગાજર અને સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ટમૅટા કેચપ, ચીલી સૉસ, શેઝવાન સૉસ અને મીઠું ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં નૂડલ્સ અને લીલા કાંદાનો લીલો ભાગ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતએક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેની પર થોડું પાણી છાંટી (તેનો તરત જ છમ અવાજ આવશે) કપડા વડે સાફ કરી લો.હવે તેની પર ૧ કડછીભર ઢોસાનું ખીરૂં પાથરી ગોળ ફેરવી ૨૦૦ મી. મી. (૮”)ના વ્યાસનો ગોળાકાર બનાવી લો.તેની પર થોડું માખણ પાથરી મધ્યમ તાપ પર ઢોસો કરકરો અને ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી રાંધી લો.હવે તેની મધ્યમાં શેઝવાન ચોપસીના પૂરણનો એક ભાગ મૂકી ઢોસાને બન્ને બાજુએથી વાળી લો.રીત ક્રમાંક ૧ થી ૪ મુજબ બીજા ૩ ઢોસા તૈયાર કરો.નાળિયેરની ચટણી અને સાંભર સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન