You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ચોખાની વાનગીઓ > ખીચડી > વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી | Vegetable Bulgur Wheat Khichdi, Low Salt Recipe તરલા દલાલ શાકભાજી વગરની ખીચડી તો સામાન્ય ગણાય પણ ખીચડીને રંગીન બનાવવા તેમાં શાક મેળવવાથી જરૂર એક નવો અનુભવ મળશે. ઘઉંના ફાડીયાની આ ખીચડીનો સ્વાદ તો અલગ છે ઉપરાંત તે પૌષ્ટિક્તા પણ ધરાવે છે જે મધુમેહ, કીડનીની તકલીફ અને રક્તનો ઉંચો દાબ ધરાવનાર માટે અતિ ઉત્તમ ગણાય એવી છે. આ વેજીટેબલ અને ઘઉંના ફાડીયાની ખીચડીમાં મીઠું ઓછું નાખવામાં આવે છે ઉપરાંત ઘઉંના ફાડીયામાં ફોસ્ફરસ અને પોટેશિયમ બીજી અન્ય અનાજની વાનગીની સરખામણીમાં ઓછું રહેલું છે. આમ આ ખીચડીની મજા એ છે કે તેમાં ફાઇબર વધુ હોવાથી શરીરમાં સાકરના પ્રમાણને દાબમાં રાખે છે. ઓછા મીઠાવાળી આ ખીચડીના સ્વાદમાં જરા પણ બાંધછોડ કર્યા વગર તેને સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદૂ, લસણ, ટમેટા, કાંદા અને મસાલા પાવડર ઉમેરીવામાં આવ્યા છે. તે ઉપરાંત આ ખીચડી ઓછા તેલ વડે પણ બનાવવામાં આવે છે જેથી તેને સતત હલાવતા રહી તૈયાર કરવી, નહીં તો મસાલા અને શાક વાસણમાં ચીટકી જશે. Post A comment 15 Oct 2019 This recipe has been viewed 6136 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD Vegetable Bulgur Wheat Khichdi, Low Salt Recipe - Read in English વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી - Vegetable Bulgur Wheat Khichdi, Low Salt Recipe in Gujarati Tags ખીચડી રેસિપીનું કલેક્શન | વેજ ખીચડીડાયાબિટીસ માટે ખીચડી અને બ્રાઉન રાઇસની રેસીપીડાયાબિટીસ અને હેલ્થી હાર્ટ રેસિપિસ્વસ્થ હૃદય ભારતીય ચોખાની વાનગીઓ, બિરયાની, ખીચડીની વાનગીઓભાત / પુલાવ / ખીચડી / બિરયાનીબપોરના અલ્પાહાર માટે ઓછી કેલરીવાલી રેસીપીનીચા લોહીનું દબાણ ઘટાડવા માટેની ભાત અને પુલાવની તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૨ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી બનાવવા માટે૧/૨ કપ ઘંઉના ફાડીયા૧ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન જીરૂ એક ચપટીભર હીંગ૧/૨ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા૧/૪ કપ ઝીણા સમારેલા ટમેટા૧/૪ કપ ઝીણી સમારેલી ફૂલકોબી૧/૪ કપ ઝીણી સમારેલી દૂધી૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર૧/૮ ટીસ્પૂન હળદર૧/૮ ટીસ્પૂન મીઠું કાર્યવાહી Methodવેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી બનાવવા માટે, એક પહોળા નૉન-સ્ટીક પનમાં ઘંઉના ફાડીયાને મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સૂકા જ શેકી લો.એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં અને હીંગ મેળવી મધ્યમ તાપ પર 30 સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં આદૂ, લસણ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સાંતલી લો.તે પછી તેમાં ટમેટા, ફૂલકોબી અને દૂધી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં ઘંઉના ફાડીયા, મરચાં પાવડર, હળદર, મીઠું અને 2 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને પ્રેશર કુકરમાં 3 સીટી સુધી રાંધી લો.કુકરનું ઢાંકણ ખોલતા પહેલાં વરાળને નીકળી જવા દો.પછી તેમાં 5 ટેબલસ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી ખીચડીને હલકે હાથે છુંદી રહેતા રાંધી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/vegetable-bulgur-wheat-khichdi-low-salt-recipe-gujarati-42659rવેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપીNarendra. P tell on 15 Oct 19 04:00 PM5 PostCancelTarla Dalal 15 Oct 19 04:46 PM   Thanks Narendra . We are delighted you loved the recipe. Your feedback will help hundreds others try the recipe and make this a better cooking community. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન