You are here: Home > વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલિયન મુખ્ય ભોજન > પાસ્તા ઇન વાઇટ સૉસ પાસ્તા ઇન વાઇટ સોસ | ભારતીય સ્ટાઈલ વ્હાઈટ સોસ માં પાસ્તા | પાસ્તા રેસીપી | White Sauce Pasta, Indian Style White Sauce Pasta તરલા દલાલ પાસ્તા ઇન વાઇટ સોસ | ભારતીય સ્ટાઈલ વ્હાઈટ સોસ માં પાસ્તા | પાસ્તા રેસીપી | White Sauce Pasta in Gujarati | with 32 amazing images.વાઇટ સૉસનો સ્વાદ આમ તો સૌને ગમી જાય એવું છે. તે ફક્ત રાંધેલી ફ્યુસિલી માટે જ મુખ્ય પાયારૂપ નથી ગણાતું, પણ વિવિધ પ્રકારની રંગીન અને કરકરી શાકભાજી માટે પણ તેટલું જ મહત્વરૂપ છે. રંગીન સિમલા મરચાં, આકર્ષક બ્રોકલી અને કરકરા બેબી કોર્ન આ પાસ્તાને વિવિધરંગી તો બનાવે જ છે પણ સાથે એવા રૂચીકારક બનાવે છે કે તેને ખાવા માટે મન તરત જ લલચાઇ જાય. આ પાસ્તા ઇન વાઇટ સૉસને મસાલા અને સૂકા હર્બસ્ વડે એવા મજેદાર અને સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે કે તરત જ ખાઇ જવાની ઇચ્છા થઇ જાય. પાસ્તા ઇન વાઇટ સોસ માટેની ટિપ્સ. ૧. પાસ્તા ઇન વાઇટ સોસ બનાવવાની આ એક રીત છે. બીજી પદ્ધતિ એ છે કે શાકભાજીને સાંતળો અને તેને એક બાજુ રાખો, વાઇટ સોસની રેસીપી તૈયાર કરો અને પછી બધું એક સાથે ટૉસ કરી દો. જ્યારે તમે મહેમાનો માટે અથવા પાર્ટી દરમિયાન પાસ્તા રાંધતા હોવ ત્યારે આ પદ્ધતિ વાપરવી એક આદર્શ છે. અમારી વેબસાઇટમાં જૈન વ્હાઇટ સોસની રેસીપી પણ છે ૨. વાઇટ સોસ ઠંડો થતાં ઘટ્ટ થતો જશે. તેથી જ્યારે વાઇટ સોસ ગરમ હોય ત્યારે તેનો સ્વાદ લેવો શ્રેષ્ઠ રહેશે. પરંતુ જો તમે વેજીટેબલ પાસ્તા ઇન વાઇટ સોસને થોડા સમય પછી પીરસો છો તો ફરીથી ગરમ કરતી વખતે, તમે એમાં થોડું દૂધ અથવા ક્રીમ ઉમેરી શકો છો. ૩. જો તમને તમારા પાસ્તામાં વધુ સોસ પસંદ હોય તો માત્ર ૧ કપ પાસ્તાનો જ ઉપયોગ કરો. એ જ રીતે, તમે તેને વધુ પોષક બનાવવા માટે વધુ શાકભાજી ઉમેરી શકો છો. Post A comment 10 Apr 2023 This recipe has been viewed 13217 times व्हाइट सॉस पास्ता रेसिपी | भारतीय स्टाइल व्हाइट सॉस में पास्ता | सफेद सॉस में पास्ता | - हिन्दी में पढ़ें - White Sauce Pasta, Indian Style White Sauce Pasta In Hindi white sauce pasta recipe | Indian style white sauce pasta | pasta in white sauce | - Read in English White sauce pasta Video પાસ્તા ઇન વાઇટ સૉસ - White Sauce Pasta, Indian Style White Sauce Pasta recipe in Gujarati Tags કોન્ટિનેન્ટલ ફૂડઇટાલિયન વેજ પાસ્તાઇટાલિયન મુખ્ય ભોજનડિનર રેસીપીસરળ ભારતીય વેજ રેસિપીમનગમતી રેસીપીપાસ્તા તૈયારીનો સમય: ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૮ મિનિટ   કુલ સમય : ૩૩ મિનિટ    ૩ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ કપ રાંધેલી ફ્યુસિલી૨ કપ દૂધ૨ ટેબલસ્પૂન મેંદો મીઠું , સ્વાદાનુસાર૨ ટેબલસ્પૂન માખણ૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧/૪ કપ પીળા સિમલા મરચાંની પટ્ટીઓ૧/૪ કપ લીલા સિમલા મરચાંની પટ્ટીઓ૧/૪ કપ લાલ સિમલા મરચાંની પટ્ટીઓ૧/૪ કપ સ્લાઇસ કરેલી ઝૂકિની૧/૪ કપ હલકા ઉકાળેલા બ્રોકોલીના ફૂલ૧/૪ કપ ત્રાંસા કાપીને હલકા ઉકાળેલા બેબી કોર્નન૧ ટીસ્પૂન સૂકા લાલ ચીલી ફ્લેકસ્૧ ૧/૨ ટીસ્પૂન સૂકા મિક્સ હર્બસ્૧/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝપીરસવા માટે ગાર્લિક બ્રેડ કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં દૂધ, મેંદો અને મીઠું મેળવી સારી રીતે ફીણી લો જેથી તેમાં ગાંગડા ન રહે. તે પછી તેને બાજુ પર રાખો.એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તેમાં પીળા, લાલ અને લીલા સિમલા મરચાં અને ઝૂકિની મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં બ્રોકોલી અને બેબી કોર્ન મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં દૂધ અને મેંદાનું મિશ્રણ, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ્, ચીઝ અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં ફ્યુસિલી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે ઉપર નીચે કરતાં રાંધી લો.ગાર્લિક બ્રેડ સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન