You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી દાળ વાનગીઓ, પંજાબી કઢી વાનગીઓ > પંજાબી પકોડા કઢીની રેસીપી પંજાબી પકોડા કઢી ની રેસીપી | Punjabi Pakoda Kadhi તરલા દલાલ તાજા તૈયાર કરેલા ચણાના લોટના પકોડા જેમાં કોથમીર અને લીલા મરચાં મેળવેલા હોય અને તેના વડે બનતી આ પંજાબી પકોડા કઢી એવી મજેદાર તૈયાર થાય છે કે મોઢામાંથી પાણી છુટી જાય. વિવિધ મસાલા ભેગા કરીને, જેવા કે લવિંગ, તજ, મેથી અને ધાણા તથા વધારામાં તેમાં ઉમેરેલા પકોડા વડે આ પંજાબી કઢી અત્યંત આકર્ષક અને સુંદર બને છે. અહીં ખાસ યાદ રાખશો કે કઢીમાં પકોડા મેળવ્યા પછી તેને એક કે બે મિનિટ સુધી જ ધીમા તાપે ઉકાળવી જેથી પકોડા કઢીની સુવાસ શોષી લે અને સુગંધી બને. બીજી વિવિધ પ્રકારની કઢીની રેસીપી પણ અજમાવો. Post A comment 21 Apr 2023 This recipe has been viewed 7075 times पंजाबी पकोड़ा कढ़ी रेसिपी | पंजाबी कढ़ी पकोड़ा | दही पकोड़े वाली कढ़ी - हिन्दी में पढ़ें - Punjabi Pakoda Kadhi In Hindi Punjabi pakora kadhi recipe | kadhi pakora | Punjabi pakoda kadhi | - Read in English Punjabi Pakoda kadhi Video by Tarla Dalal પંજાબી પકોડા કઢીની રેસીપી - Punjabi Pakoda Kadhi recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી દાળ વાનગીઓ | પંજાબી કઢી વાનગીઓ |ભારતીય લંચ રેસિપીલોકપ્રિય કઢી વાનગીઓ, સમગ્ર ભારતમાંથી કઢી ની રેસીપીભારતીય પાર્ટીના વ્યંજનપૅનબર્થડે પાર્ટી માટે મેન કોર્સની રેસીપી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૬ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો પકોડા માટે૧ કપ ચણાનો લોટ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧/૪ ટીસ્પૂન હળદર એક ચપટીભર બેકીંગ સોડા૧ ટીસ્પૂન જીરૂ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર તેલ , તળવા માટેકઢી માટે૨ કપ જેરી લીધેલું દહીં૩ ટેબલસ્પૂન ચણાનો લોટ૧/૪ ટીસ્પૂન હળદર મીઠું, સ્વાદાનુસાર૧ ટેબલસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન જીરૂ૨ લવિંગ૧ નાનો ટુકડો તજ૧/૪ ટીસ્પૂન મેથીના દાણા૧/૨ ટીસ્પૂન આખા ધાણા૪ to ૬ કડીપત્તા૨ આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા૧/૨ ટીસ્પૂન આદૂની પેસ્ટ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડરસજાવવા માટે૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી પકોડા માટેપકોડા માટેએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે લગભગ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી ઘટ્ટ ખીરૂં તૈયાર કરો.હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી એક એક ચમચા જેટલું ખીરૂં તેલમાં નાંખતા જાવ. આમ એક સાથે થોડા થોડા પકોડા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.તળી લીધા પછી પકોડાને ટીશ્યુ પેપર પર કાઢી બાજુ પર રાખો.કઢી માટેકઢી માટેએક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ, હળદર, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે જેરી લીધા પછી તેને બાજુ પર રાખો.હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, લવિંગ, તજ, મેથી દાણા, કડીપત્તા અને લાલ કાશ્મીરી મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તાપ ઓછું કરી તેમાં દહીં-ચણાના લોટનું મિશ્રણ, આદૂની પેસ્ટ, મરચાં પાવડર અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતપીરસવાના થોડા સમય પહેલા કઢીને ફરીથી ગરમ કરીને ધીમા તાપે ઉકાળી લો.તે પછી તેમાં તૈયાર કરેલા પકોડા મેળવી હલકા હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.કોથમીર વડે સજાવીને તરત જ ગરમા-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન