ચણા ના લોટ નો શીરો | બેસન નો હલવો | ભારતીય મીઠી રેસીપી | Besan Sheera, Indian Gram Flour Sheera

ચણા ના લોટ નો શીરો | બેસન નો હલવો | ભારતીય મીઠી રેસીપી | besan sheera in gujarati | with 26 amazing images.

ચણાનો લોટ સામાન્ય રીતે વાનગીને ઘટ્ટ બનાવામાં ઉપયોગી થાય છે. આ ચણા ના લોટ નો શીરો બનાવવો બહુ સરળ છે અને તે જલ્દી પણ તૈયાર થાય છે. કોઇ ખાસ કાર્યક્રમ કે પાર્ટીમાં કે પછી એકાએક પધારેલા મહેમાનો માટે આ શીરો તમે ઝટપટ તૈયાર કરી શકો છો.

અહીં ખાસ યાદ રાખવું કે ચણાના લોટને સારી રીતે શેકી લેવું જેથી તેની દુર્ગંધ જતી રહે અને તેને ગરમ ગરમ જ પીરસવો.

Besan Sheera, Indian Gram Flour Sheera recipe In Gujarati

ચણા ના લોટ નો શીરો - Besan Sheera, Indian Gram Flour Sheera recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ચણા ના લોટ નો શીરો માટે
૩/૪ કપ ચણાનો લોટ
૩/૪ કપ દૂધ
૫ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
૩/૪ કપ સાકર
૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર
૧ ટેબલસ્પૂન સમારેલી બદામ
૧ ટેબલસ્પૂન સમારેલા પિસ્તા

સજાવવા માટેની સામગ્રી
૧ ટેબલસ્પૂન સમારેલી બદામ
૧ ટેબલસ્પૂન સમારેલા પિસ્તા
કાર્યવાહી
ચણા ના લોટ નો શીરો માટે

    ચણા ના લોટ નો શીરો માટે
  1. ચણા ના લોટ નો શીરો બનાવવા માટે, એક બાઉલમાં ચણાનો લોટ, ૨ ટેબલસ્પૂન દૂધ અને ૧ ટેબલસ્પૂન ઘી મેળવી સારી રીતે મસળી અને ગુંદીને કણિક જેવું તૈયાર કરો. તેને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
  2. આ કણિકને છીણી વડે જીણું ખમણી લો અને બાજુ પર રાખો.
  3. એક ખુલ્લા વાસણમાં બાકી રહેલું ઘી ગરમ કરી, તેમાં છીણેલા લોટનું મિશ્રણ મિક્સ કરી, ધીમા તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી, સતત હલાવતા રહી, રાંધીને બાજુ પર રાખો.
  4. હવે બાકી રહેલું દૂધ અને ૩/૪ કપ પાણી એક ઊંડી કઢાઇમાં ગરમ કરી, તેમાં તૈયાર કરેલું લોટનું મિશ્રણ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. સાકર, એલચીનો પાવડર, બદામ અને પિસ્તા ઉમેરો અને મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૭ થી ૮ મિનિટ સુધી રાંધો.
  6. ચણાના લોટના શીરાને બદામ અને પિસ્તા વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
વિગતવાર ફોટો સાથે ચણા ના લોટ નો શીરો ની રેસીપી

ચણાના લોટના શીરા જેવી અન્ય રેસિપી

  1. ચણા ના લોટ નો શીરો | બેસન નો હલવો | ભારતીય મીઠી રેસીપી | besan sheera in Gujarati | જેવી / બરફી / હલવો રેસીપી ભારતીય મિઠાઈ છે. તે મીઠા પુડિંગ્સ છે જે દૂધ, માવા, સાકર, કન્ડેન્સ્ડ મિલ્ક, ફળો, બદામ વગેરે જેવા અસંખ્ય સામગ્રીથી બનાવી શકાય છે. શીરાની વાનગીઓ જેમ કે:

ચણા ના લોટ નો શીરો કંઈ સામગ્રી બને છે?

  1. ચણા ના લોટ નો શીરો કંઈ સામગ્રી બને છે? ભારતીય ચણા ના લોટ નો શીરો ૩/૪ કપ ચણાનો લોટ, ૩/૪ કપ દૂધ, ૫ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી, ૩/૪ કપ સાકર, બદામ અને પીસ્તાથી બનાવવામાં આવે છે.

ચણાના લોટના શીરા માટે કણિક તૈયાર કરવા

  1. એક બાઉલમાં ૩/૪ કપ ચણાનો લોટ નાખો.
  2. ૨ ટેબલસ્પૂન દૂધ ઉમેરો.
  3. ૧ ટેબલસ્પૂન ઘી ઉમેરો.
  4. સારી રીતે મસળી અને ગુંદીને કણિક તૈયાર કરો.
  5. ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો. કણિક નરમ બને છે. 
  6. ૧૦ મિનિટ પછી કણિક ફોટામાં છે એવો દેખાય છે.
  7. એક છીણીનો ઉપયોગ કરીને, કણિકને ખૂબ જ જીણું ખમણી લો અને બાજુ પર રાખો.

શીરા માટે ચણા ના લોટને રાંધવા

  1. એક ખુલ્લા વાસણમાં બાકી રહેલું ઘી (૪ ટેબલસ્પૂન) ગરમ કરો. 
  2. છીણેલા લોટનું મિશ્રણ ઉમેરો.
  3. સારી રીતે મિક્સ કરો.
  4. ધીમા તાપ પર સતત હલાવતા રહી લગભગ ૮ થી ૧૦ મિનિટ સુધી રાંધી લો. ચણા ના લોટ બળી ન જાય તે માટે આ પ્રકિયા કરવામાં આવે છે.
  5. એક બાજુ પર રાખો.

ચણા ના લોટ નો શીરો બનાવવા માટે

  1. ચણા ના લોટ નો શીરો બનાવવા માટે | બેસન નો હલવો | ભારતીય મીઠી રેસીપી | besan sheera in Gujarati | હવે બાકી રહેલું દૂધ એક ઊંડી કઢાઇમાં ગરમ કરો.
  2. ૩/૪ કપ પાણી ઉમેરો.
  3. ચણા ના લોટનું મિશ્રણ ઉમેરો.
  4. મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહો.
  5. ૩/૪ કપ સાકર ઉમેરો. તમને ગમતી મીઠાશને આધારે તમે સાકર વધારી કે ઘટાડી શકો છો.
  6. ૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર ઉમેરો.
  7. ૨ ટેબલસ્પૂન સમારેલી બદામ અને પિસ્તા ઉમેરો. નોંધ. તેનો સ્વાદ વધારવા માટે તમે તેને ઘીમાં શેકી શકો છો.
  8. મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી સતત હલાવતા રહો.
  9. ચણાના લોટના શીરોને સર્વિંગ બાઉલમાં કાઢો.
  10. ચણાના લોટના શીરાને | બેસન નો હલવો | ભારતીય મીઠી રેસીપી | besan sheera in Gujarati | સમારેલી બદામ અને પિસ્તાથી સજાવો.
  11. ચણાના લોટના શીરાને | બેસન નો હલવો | ભારતીય મીઠી રેસીપી | besan sheera in Gujarati | ગરમ પીરસો.

ચણાના લોટનો શીરો બનાવવા માટે ટિપ્સ

  1. ધીમા તાપ પર સતત હલાવતા રહી લગભગ ૮ થી ૧૦ મિનિટ સુધી રાંધી લો. ચણા ના લોટ બળી ન જાય તે માટે આ પ્રકિયા કરવામાં આવે છે.
  2. આ મીઠાઈ બનાવવા માટે ફુલ ફૈટ દૂધનો ઉપયોગ કરો. ભેંસનું દૂધ ફુલ ફૈટ હોય છે.
  3. તમને ગમતી મીઠાશને આધારે તમે સાકર વધારી કે ઘટાડી શકો છો.

Reviews