વિગતવાર ફોટો સાથે ચણા ના લોટ નો શીરો ની રેસીપી
-
ચણા ના લોટ નો શીરો | બેસન નો હલવો | ભારતીય મીઠી રેસીપી | besan sheera in Gujarati | જેવી / બરફી / હલવો રેસીપી ભારતીય મિઠાઈ છે. તે મીઠા પુડિંગ્સ છે જે દૂધ, માવા, સાકર, કન્ડેન્સ્ડ મિલ્ક, ફળો, બદામ વગેરે જેવા અસંખ્ય સામગ્રીથી બનાવી શકાય છે. શીરાની વાનગીઓ જેમ કે:
- મગ ની દાળ નો શીરો | ઝટપટ બનતો શીરો | moong dal sheera recipe in gujarati.
- રાગી નો શીરો | હેલ્દી રાગી નો શીરો | ragi sheera recipe in gujarati |
- રવાનો શીરો | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | rava sheera in gujarati | with 13 amazing images.
-
ચણા ના લોટ નો શીરો કંઈ સામગ્રી બને છે? ભારતીય ચણા ના લોટ નો શીરો ૩/૪ કપ ચણાનો લોટ, ૩/૪ કપ દૂધ, ૫ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી, ૩/૪ કપ સાકર, બદામ અને પીસ્તાથી બનાવવામાં આવે છે.
-
એક બાઉલમાં ૩/૪ કપ ચણાનો લોટ નાખો.
-
૨ ટેબલસ્પૂન દૂધ ઉમેરો.
-
૧ ટેબલસ્પૂન ઘી ઉમેરો.
-
સારી રીતે મસળી અને ગુંદીને કણિક તૈયાર કરો.
-
ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો. કણિક નરમ બને છે.
-
૧૦ મિનિટ પછી કણિક ફોટામાં છે એવો દેખાય છે.
-
એક છીણીનો ઉપયોગ કરીને, કણિકને ખૂબ જ જીણું ખમણી લો અને બાજુ પર રાખો.
-
એક ખુલ્લા વાસણમાં બાકી રહેલું ઘી (૪ ટેબલસ્પૂન) ગરમ કરો.
-
છીણેલા લોટનું મિશ્રણ ઉમેરો.
-
સારી રીતે મિક્સ કરો.
-
ધીમા તાપ પર સતત હલાવતા રહી લગભગ ૮ થી ૧૦ મિનિટ સુધી રાંધી લો. ચણા ના લોટ બળી ન જાય તે માટે આ પ્રકિયા કરવામાં આવે છે.
-
એક બાજુ પર રાખો.
-
ચણા ના લોટ નો શીરો બનાવવા માટે | બેસન નો હલવો | ભારતીય મીઠી રેસીપી | besan sheera in Gujarati | હવે બાકી રહેલું દૂધ એક ઊંડી કઢાઇમાં ગરમ કરો.
-
૩/૪ કપ પાણી ઉમેરો.
-
ચણા ના લોટનું મિશ્રણ ઉમેરો.
-
મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહો.
-
૩/૪ કપ સાકર ઉમેરો. તમને ગમતી મીઠાશને આધારે તમે સાકર વધારી કે ઘટાડી શકો છો.
-
૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર ઉમેરો.
-
૨ ટેબલસ્પૂન સમારેલી બદામ અને પિસ્તા ઉમેરો. નોંધ. તેનો સ્વાદ વધારવા માટે તમે તેને ઘીમાં શેકી શકો છો.
-
મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી સતત હલાવતા રહો.
-
ચણાના લોટના શીરોને સર્વિંગ બાઉલમાં કાઢો.
-
ચણાના લોટના શીરાને | બેસન નો હલવો | ભારતીય મીઠી રેસીપી | besan sheera in Gujarati | સમારેલી બદામ અને પિસ્તાથી સજાવો.
-
ચણાના લોટના શીરાને | બેસન નો હલવો | ભારતીય મીઠી રેસીપી | besan sheera in Gujarati | ગરમ પીરસો.
-
ધીમા તાપ પર સતત હલાવતા રહી લગભગ ૮ થી ૧૦ મિનિટ સુધી રાંધી લો. ચણા ના લોટ બળી ન જાય તે માટે આ પ્રકિયા કરવામાં આવે છે.
-
આ મીઠાઈ બનાવવા માટે ફુલ ફૈટ દૂધનો ઉપયોગ કરો. ભેંસનું દૂધ ફુલ ફૈટ હોય છે.
-
તમને ગમતી મીઠાશને આધારે તમે સાકર વધારી કે ઘટાડી શકો છો.