પોરીયલ એટલે સૂકી ભાજી જેને સરખી માત્રામાં ઉમેરેલા તાજા નાળિયેરના ખમણ વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું હોય. રાઇ અને સૂકા લાલ મરચાંના વઘારથી તૈયાર કરેલી કોબી કોઇપણ દક્ષિણ ભારતીય વાનગીના જમણમાં મજેદાર જ લાગે.

Cabbage Poriyal recipe In Gujarati

This recipe has been viewed 4750 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD



કેબેજ પોરીયલ - Cabbage Poriyal recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ પાતળી લાંબી કાપેલી કોબી
૧ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન અડદની દાળ
લીલો મરચોં , લાંબી ચીરી પાડેલો
સૂકા આખા કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા
૮ to ૧૦ કડી પત્તા
એક ચપટીભર હળદર
૨ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
કાર્યવાહી
    Method
  1. એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને અડદની દાળ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં, સૂકા લાલ મરચાં, કડી પત્તા અને હળદર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં કોબી, મીઠું અને ૧/૪ કપ પાણી મેળવી, મધ્યમ તાપ પર કોબી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. ખમણેલા નાળિયેર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews

કેબેજ પોરીયલ
 on 15 Jul 17 03:41 PM
5

Easy and Quick