ખાટા ઢોકળા રેસીપી | સફેદ ઈદડા | ગુજરાતી ઢોકળા | ખાટા ઢોકળા બનાવવાની રીત | Khatta Dhokla, Gujarati Recipe

ખાટા ઢોકળા રેસીપી | સફેદ ઈદડા | ગુજરાતી ઢોકળા | ખાટા ઢોકળા બનાવવાની રીત | khatta dhokla in gujarati | with amazing 28 images.

ખાટા ઢોકળામાંનો ‘ખાટા’ એ આ ગુજરાતી ઢોકળાનો પ્રભાવશાળી સ્વાદ છે અને થોડું ખાટું દહીં ઉમેરીને તેને ખાટા બનાવવામાં આવે છે. ગુજરાતીઓ ખટ્ટા ઢોકળાને ઈદડા પણ કહે છે.

સફેદ ઈદડા એ એક નરમ અને ફ્લફી સ્ટીમ્ડ ગુજરાતી નાસ્તો છે. ઓલ-ટાઇમ મનપસંદ સ્ટાર્ટર તરીકે, ચાના સમયના નાસ્તા તરીકે અથવા નાસ્તામાં પણ આનો આનંદ માણવામાં આવે છે. મૂળભૂત રીતે, તમે જ્યારે પન ભૂખ્યાં હોવ તો કોઈ પણ સમયે બનાવી શકો છો!

Khatta Dhokla, Gujarati Recipe In Gujarati

ખાટા ઢોકળા રેસીપી | સફેદ ઈદડા | ગુજરાતી ઢોકળા | ખાટા ઢોકળા બનાવવાની રીત - Khatta Dhokla, Gujarati Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ થાળી (૪૨ ટુકડાઓ) માટે
મને બતાવો થાળી (૪૨ ટુકડાઓ)

ઘટકો

ખાટા ઢોકળા માટે
૨ કપ ખાટા ઢોકળાનો લોટ
૧ ટીસ્પૂન મેથી ના દાણા
૧/૨ કપ ખાટું દહીં
૧/૪ કપ સફેદ માખણ
૧ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન આદુની પેસ્ટ
૧ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન બેકિંગ સોડા

ખાટા ઢોકળા માટે અન્ય સામગ્રી
મરચું પાવડર છંટકાવ માટે
તાજો પીસેલો કાળા મરીનો પાવડર છંટકાવ માટે
૧/૪ ટીસ્પૂન તેલ ચોપડવા માટે
કાર્યવાહી
ખાટા ઢોકળા બનાવવા માટે

    ખાટા ઢોકળા બનાવવા માટે
  1. એક બાઉલમાં ખાટા ઢોકળાનો લોટ, મેથીના દાણા, ખાટું દહીં, સફેદ માખણ અને ગરમ પાણી (આશરે ૨ ૧/૪ કપ) ભેગું કરો અને હાથનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરો. ઓછામાં ઓછા ૮ થી ૧૦ કલાક ઢાકો અને આથો આવવા માટે બાજુ પર રાખો.
  2. આથો આવેલા ખીરાને સારી રીતે મિક્સ કરો, પછી તેમાં લીલા મરચા, આદુની પેસ્ટ અને મીઠું નાખો. સારી રીતે મિક્સ કરો દો.
  3. તેલ, બેકિંગ સોડા અને ૧ ૧/૨ ટેબલસ્પૂન પાણી નાખો અને ખૂબ જ સારી રીતે મિક્સ કરો.
  4. ખીરાને ૩ સમાન ભાગોમાં વહેંચો.
  5. તેલના ઉપયોગથી ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર થાળી ને ચોપડી લો.
  6. ૧ ભાગ ખીરાને તરત જ તેલ ચોપડેલી થાળીમાં રેડી લો અને થાળીને ઘડિયાળની દિશામાં હલાવો જેથી તેને સમાન સ્તરમાં ફેલાય.
  7. તેના પર થોડું મરચું પાવડર સરખી રીતે છંટકાવ કરો અને ૧૦ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો. તમે થોડી કાળી મરીના પાઉડરનો પણ છંટકાવ કરી શકો છો.
  8. થોડુંક ઠંડુ કરો અને ડાઇમન્ડના આકારના સમાન ટુકડા કરો.
  9. રીત ક્રમાંક ૬ થી ૮ પ્રમાણે બાકીની ૨ થાળી પણ તૈયાર કરી લો.
  10. ખાટા ઢોકળાને તરત લીલી ચટણી સાથે પીરસો.

Reviews