માલવણી ચણા મસાલા | Malvani Chana Masala, Maharashtrian Chana Gravy

આ ભાજીમાં ઘણી બધી રસપ્રદ વસ્તુઓ મેળવવામાં આવી છે. સૌ પ્રથમ તેમાં માલવણી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખૂબ સુગંધી અને સ્વાદિષ્ટ છે કારણકે તેમાં ઉમેરવામાં આવેલી સામગ્રીને પીસતા પહેલા તવા પર શેકવામાં આવી છે.

બીજું તેમાં ઉમેરવામાં આવેલા લીલા ચણા, જેને રાંધી અને છૂંદીને ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યાં છે. તે પછી અહીં ટમેટાને બદલે આમલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેમાં ઉમેરવામાં આવેલા મસાલાના સ્વાદમાં ઘટાડો કર્યા વગર તેને જોઇતું ખટ્ટાશપણું આપે છે.

આમ સરવાળે કહીએ કે આ માલવણી ચણા મસાલા એવી વાનગી છે જે બધાને એક વાર જરૂર અજમાવવા જેવી તો છે. માલવણી ચણા મસાલા નાન અથવા પરોઠા સાથે પિરસવુ.

Malvani Chana Masala, Maharashtrian Chana Gravy recipe In Gujarati

માલવણી ચણા મસાલા - Malvani Chana Masala, Maharashtrian Chana Gravy recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ પલાળીને ઉકોળેલા લીલાચણા
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
૩ ટેબલસ્પૂન આમલીનો પલ્પ
૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
એક ચપટીભર સાકર

માલવણી મસાલાની પેસ્ટ માટે (લગભગ ૧/૪ કપ બને છે)
આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૨ ટીસ્પૂન આખા ધાણા
લવિંગ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૨ ટીસ્પૂન વિલાયતી જીરૂ
લીલી એલચી
મોટી કાળી એલચી
૧ ટીસ્પૂન ખસખસ
ચક્રીફૂલ
૨૫ મિલીમીટર (૧”) નો તજનો ટુકડો
૧ ટેબલસ્પૂન ખમણેલું સૂકુ નાળિયેર
કાર્યવાહી
માલવણી મસાલાની પેસ્ટ માટે

    માલવણી મસાલાની પેસ્ટ માટે
  1. એક પહોળા નોન-સ્ટીક પેન માં બધી વસ્તુઓ ભેગી કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ અથવા મસાલાની સુગંધ બરાબર પ્રસરવા માંડે ત્યાં સુધી શેકી લો. તેને થોડું ઠંડું થવા બાજુ પર રાખો.
  2. તે પછી તેને મિક્સરમાં ૧/૨ કપ પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક કપ લીલા ચણાને મિક્સરમાં ફેરવી અર્ધકચરું મિશ્રણ તૈયાર કરી બાજુ પર રાખો.
  2. એક ઊંડી નોન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો
  3. તે પછી તેમાં માલવણી મસાલાની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં અર્ધકચરા કરેલા લીલા ચણા અને આખા લીલા ચણા, મીઠું અને ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. છેલ્લે તેમાં આમલીનો પલ્પ, તાજું ક્રીમ, કોથમીર અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. ગરમ ગરમ પીરસો.

Reviews