પનીર સ્ટફ્ડ ગ્રીન પી પરોઠા | Paneer Stuffed Green Pea Paratha, Matar Paneer Paratha

ઘઉંના લોટની સાથે લીલા વટાણાના સંયોજન વડે તૈયાર થતી એક ખાસ પ્રકારની કણિક આ વાનગીની મુખ્ય અને મહત્વની જરૂરીયાત છે. તેમાં તાજું પનીર અને રસદાર કિસમિસ ઉમેરવાથી પરોઠા એક પથ્ય વાનગી બની રહે છે.

લીલા મરચાંની તીખાશ અને કિસમિસની હલકી મીઠાશ મજેદાર સમતુલા આપી આ પરોઠા તમને યાદ રહે તેવા બને છે. જો કે જે દીવસે તમે આ પનીર સ્ટફ્ડ્ ગ્રીન પી પરોઠા બનાવશો તે દીવસ જરૂરથી તમારા માટે ખાસ યાદગાર દીવસ બની રહેશે.

બીજા વિવિધ પરોઠા પણ અજમાવો જેમ સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા અને મસાલા ટોમેટો ઓનીયન પરાઠા .

Paneer Stuffed Green Pea Paratha, Matar Paneer Paratha recipe In Gujarati

પનીર સ્ટફ્ડ્ ગ્રીન પી પરોઠા - Paneer Stuffed Green Pea Paratha, Matar Paneer Paratha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો

લીલા વટાણાની કણિક માટે
૧ કપ ઘઉંનો લોટ
૧ કપ લીલા વટાણા
૧/૨ ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં
૧ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

પનીરના પૂરણ માટે
૩/૪ કપ ભૂક્કો કરેલું પનીર
૧ ટેબલસ્પૂન કિસમિસ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે
કાર્યવાહી
લીલા વટાણાની કણિક માટે

    લીલા વટાણાની કણિક માટે
  1. લીલા વટાણા અને લીલા મરચાંને ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
  2. એક ઊંડા બાઉલમાં બાકી રહેલી વસ્તુઓ સાથે લીલા વટાણાનું મિશ્રણ મેળવી જરૂરી પાણી સાથે નરમ કણિક તૈયાર કરો.
  3. આ કણિકને ઢાંકીને ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો.

પનીરના પૂરણ માટે

    પનીરના પૂરણ માટે
  1. એક નાના બાઉલમાં થોડા પાણી સાથે કિસમિસને ૧૦ મિનિટ માટે પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
  2. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે પલાળેલી કિસમિસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. આ પનીરના પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. તૈયાર કરેલી કણિકના ૬ સરખા ભાગ પાડી લો.
  2. હવે દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)વ્યાસના ગોળાકારમાં વણી તેની પર પનીરનું પૂરણ તેની મધ્યમાં મૂકો.
  3. તે પછી તેની કીનારીઓ વાળીને બંધ કરી ફરીથી ૧૦૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.
  4. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર પરોઠાને મધ્યમ તાપ પર થોડા તેલની મદદથી તેની બન્ને બાજુઓ પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
  5. તરત જ પીરસો.

Reviews