સેવિયા ઉપમા ની રેસીપી | Semiya Upma

રવા વડે બનતા ઉપમા ખાઇને કંટાળી ગયા છો? તો અહીં તમારા માટે હાજર છે વર્મિસેલી સેવ વડે બનતો ઉપમા જેનો બંધારણ રેશમ જેવો અને દેખાવ સેવના લીધે નુડલ્સ જેવો છે. જે બાળકોને તથા મોટાઓને પણ ગમી જશે.

તો, આ સેવિયા ઉપમા તમારા કુટુંબમાં દરેકને ગમી જશે અને વધુમાં તે બનાવવામાં પણ સરળ હોવાથી જ્યારે તમે આખા દીવસના થાકેલા ઘેર આવો ત્યારે સાંજના જમણ માટે આ વાનગી તમારા માટે જરૂર સારી જ પૂરવાર થશે.

Semiya Upma recipe In Gujarati

સેવિયા ઉપમા ની રેસીપી - Semiya Upma recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

સેવિયા ઉપમા ની રેસીપી બનાવવા માટે
૨ કપ ચોખાની વર્મિસેલી સેવ
૨ ૧/૨ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન રાઇ
૨ ટીસ્પૂન અડદની દાળ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ

પીરસવા માટે
નાળિયેરની ચટણી
કાર્યવાહી
સેવિયા ઉપમા ની રેસીપી બનાવવા માટે

    સેવિયા ઉપમા ની રેસીપી બનાવવા માટે
  1. એક બાઉલમાં વર્મિસેલી સેવ, ૧/૨ ટીસ્પૂન તેલ, મીઠું અને ૨ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને ૮ થી ૧૦ મિનિટ માટે અથવા સેવ નરમ થાય ત્યાં સુધી બાજુ પર રાખો. તે પછી તેને નિતારીને બાજુ પર રાખો.
  2. હવે બાકી રહેલું ૨ ટીસ્પૂન તેલ એક નૉન-સ્ટીક પૅનમાં રેડી તેમાં રાઇ અને અડદ દાળ મેળવી ગરમ કરો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા અને લીલા મરચાં મેળવી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં વર્મિસેલી સેવ, કોથમીર, લીંબુનો રસ અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. નાળિયેરની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.

Reviews