વેજીટેબલ ઓટ્સ પેનકેક રેસીપી | ઓટ્સ પેનકેક | હેલ્ધી વેજ ઓટ્સ પેનકેક | Vegetable Oats Pancake

વેજીટેબલ ઓટ્સ પેનકેક રેસીપી | ઓટ્સ પેનકેક | હેલ્ધી વેજ ઓટ્સ પેનકેક | vegetable oats pancake in Gujarati | with 17 amazing images.

ઑટસ્ નો ઉપયોગ ફક્ત પોરિજ બનાવવામાં જ નથી થતો, પણ તે સિવાય બીજી ઘણી વાનગીમાં પણ તેનો ઉપયોગ થાય છે. અહીં ઑટસ્ માં ગાજર અને પાલક ઉમેરીને રંગીન, ઓછી કૅલરીવાળા જે હેલ્ધી વેજ ઓટ્સ પેનકેક તૈયાર થાય છે તે પૌષ્ટિક અને એક નવીન વાનગી તરીકે ગણી શકાય એવા બને છે.

ઑટસ્ માં બીટા ગ્લુકન એન્ઝાઇમ ભરપૂર માત્રામાં હોય છે જે લોહીના કોલેસ્ટ્રોલ અને શર્કરાના સ્તરને ઘટાડવામાં મદદરૂપ થાય છે, જ્યારે ગાજર અને પાલક સારી માત્રામાં વિટામીન-એ ઉમેરે છે.

મધુમેહની અમારી બીજી વાનગીઓ ચંકી ટમૅટો પાસ્તા અને પોષણદાઇ જવનું સૂપ જરૂરથી અજમાવો.

Vegetable Oats Pancake recipe In Gujarati

વેજીટેબલ ઓટ્સ પેનકેક રેસીપી - Vegetable Oats Pancake recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૫ પૅનકેક માટે
મને બતાવો પૅનકેક

ઘટકો
૧ કપ ઑટસ્ નો લોટ
૧/૨ કપ ખમણેલા ગાજર
૧/૨ કપ ઝીણી સમારેલી પાલક
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
૧ ૧/૨ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટે

પીરસવા માટે
દહીંવાળી ફૂદીનાની ચટણી
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં ખાવાની સોડા સિવાયની બાકીની બધી વસ્તુઓ સાથે ૧ કપ પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી, ભજીયા જેવું ઘટ્ટ ખીરૂં તૈયાર કરો.
  2. પૅનકેક બનાવતા પહેલા, તેમાં ખાવાની સોડા અને ૨ ટીસ્પૂન પાણી ખીરામાં ઉમેરી લો.
  3. ખીરામાં જ્યારે પરપોટા થવા માંડે ત્યારે હળવેથી મિક્સ કરી લો.
  4. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.
  5. તે પછી તવા પર એક ચમચા જેટલું ખીરૂં રેડીને ૧૦૦ મી. મી. (૪”)ના વ્યાસમાં જાડા ગોળાકાર પૅનકેક તૈયાર કરો.
  6. પૅનકેકની કીનારીઓ પર ૧/૪ ટીસ્પૂન જેટલું તેલ રેડી, પૅનકેક બન્ને બાજુએથી હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.
  7. આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે વધુ ૪ પૅનકેક તૈયાર કરો.
  8. દહીંવાળી ફૂદીનાની ચટણી સાથે તરત જ પીરસો.
Nutrient values 

ઊર્જા
૭૫ કૅલરી
પ્રોટીન
૨.૩ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૧૦.૩ ગ્રામ
ચરબી
૨.૭ ગ્રામ
ફાઇબર
૧.૧ ગ્રામ
વિટામીન-એ
૬૪૨.૩ માઇક્રોગ્રામ
લોહ
૦.૭ મીલીગ્રામ

Reviews