જીરા-મરીવાળું રસમ | રસમ રેસિપી | સાઉથ ઈન્ડિયન રસમ | Jeera- Pepper Rasam, Milagu Rasam Recipe

જીરા-મરીવાળું રસમ | રસમ રેસિપી | સાઉથ ઈન્ડિયન રસમ | jeera- pepper rasam in gujarati |

ઠંડીના દીવસોમાં પીરસી શકાય એવું આદર્શ છે આ રસમ. જીરા-મરીવાળું રસમ એક રોગનાશક અને સામાન્ય તાવ જેવા લક્ષણ વખતે ખાસ લઇ શકાય એવું છે. ઘણા લોકો તેને મોટા ઘૂંટડા ભરીને કે પછી કપમાં ભરીને પીવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો તેને ભાત અને વિપુલ પ્રમાણમાં ઘી સાથે લેવાનું પસંદ કરે છે. વિભિન્ન રસમની રેસીપી પણ જેમ લસણવાળું રસમ અને રસમ.

Jeera- Pepper Rasam, Milagu Rasam Recipe In Gujarati

This recipe has been viewed 5304 times

ज़ीरा-पैपर रसम - हिन्दी में पढ़ें - Jeera- Pepper Rasam, Milagu Rasam Recipe In Hindi 


જીરા-મરીવાળું રસમ | રસમ રેસિપી | સાઉથ ઈન્ડિયન રસમ | - Jeera- Pepper Rasam, Milagu Rasam Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ટીસ્પૂન ઘી
૧ ટીસ્પૂન કાળા મરી
૧ ૧/૨ ટીસ્પૂન જીરૂ
૧ ૧/૨ ટીસ્પૂન તુવરની દાળ
આખો લાલ કાશ્મીરી મરચો , ટુકડા કરેલો
૧/૪ ટીસ્પૂન હીંગ

બીજી સામગ્રી
૨ ટીસ્પૂન ઘી
૧ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન જીરૂ
આખો લાલ કાશ્મીરી મરચો , ટુકડા કરેલો
૭ to ૮ કડી પત્તા
૨ ટેબલસ્પૂન આમલીનું પલ્પ , ૨ કપ પાણીમાં મેળવેલું
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
મસાલા માટે

    મસાલા માટે
  1. એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં બધી વસ્તુઓ મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તેની સુગંધ પ્રસરવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળી લો.
  2. તેને થોડું ઠંડું પાડ્યા પછી ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં રાઇ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં જીરૂ, લાલ મરચાં અને કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં આમલીનું પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૪ થી ૫ મિનિટ સુધી અથવા આમલીની કાચી સુવાસ લુપ્ત થઇ જાય ત્યાં સુધી રાંધી લો.
  4. તે પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૨ મિનિટ સુધી રાંધી ગરમ-ગરમ પીરસો.

Reviews