You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય રસમ > રસમ રસમ | Rasam, Tomato Rasam તરલા દલાલ રસમ એક દક્ષિણ ભારતીય એવી વાનગી છે જે ઘરે સહેલાઇથી બનાવી શકાય છે, ભલે પછી તે દુનીયાના કોઇપણ ઠેકાણે એકલા રહેતા કુંવારા લોકો હોય કે પછી રજા પરથી પાછા ફરેલો કુંટુંબ હોય, કે પછી ઓફીસેથી થાકીને આવેલા લોકો હોય પણ રસમની તીખી મસાલેદાર ખુશ્બુ તમારા રસોડામાંથી પ્રસરી તમારા હ્રદય સુધી જરૂરથી પહોચી જશે. તેની તીખી મસાલેદાર સુંગધ તમારી શરદીને જરૂર ઓછી કરી દેશે અને બેચેન મનને શાંત પાડી દેશે. પરદેશમાં ભારતીય રેસ્ટોરંટમાં તો તેને ભારતીય સૂપ તરીકેની પ્રખ્યાતી મળી ગઇ છે. રસમ બનાવવાની આ પારંપારિક રીતમાં ખાસ તૈયાર કરેલો પાવડર, આમલી, ટમેટા અને દાળ મેળવી અંતમાં તેમાં એક ખુશ્બુદાર વઘાર મેળવવામાં આવે છે, જે ઘરની દરેક વ્યક્તિને તરત જ રસોડા તરફ ખેચી લાવશે.વિભિન્ન રસમની રેસીપી પણ જેમ લસણવાળું રસમ અને જીરા-મરીવાળું રસમ . Post A comment 15 Sep 2024 This recipe has been viewed 8991 times टमाटर रसम रेसिपी | टमाटर की रसम | टोमैटो रसम | टोमेटो रसम - हिन्दी में पढ़ें - Rasam, Tomato Rasam In Hindi tomato rasam recipe | Mysore rasam | easy rasam recipe | tomato rasam village style | - Read in English Rasam Video રસમ - Rasam, Tomato Rasam recipe in Gujarati Tags જૈન સૂપ રેસિપિદક્ષિણ ભારતીય રસમ આંધ્ર પ્રદેશના વ્યંજન | આંધ્ર પ્રદેશની રેસિપી | કિલીયર સૂપભારતીય પાર્ટીના વ્યંજનદક્ષિણ ભારતીય ડિનર રેસીપીચોમાસા માં બનતા સૂપની રેસિપિ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   કુલ સમય : ૪૦ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો રસમ પાવડર માટે૧ ટીસ્પૂન આખા ધાણા૩ આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા૫ to ૬ કાળા મરી૧ ટીસ્પૂન તુવરની દાળ૧/૨ ટીસ્પૂન ચણાની દાળ એક ચપટીભર જીરૂબીજી જરૂરી વસ્તુઓ૨ ટેબલસ્પૂન તુવરની દાળ૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા૧/૪ કપ આમલીનું પલ્પ એક ચપટીભર હળદર એક ચપટીભર હીંગ મીઠું , સ્વાદાનુસાર૨ ટીસ્પૂન ઘી૧/૪ ટીસ્પૂન રાઇ૬ to ૭ કડી પત્તા૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી રસમ પાવડર માટેરસમ પાવડર માટેએક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં બધી વસ્તુઓ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળીને ઠંડી થવા બાજુ પર રાખો.જ્યારે તે સંપૂર્ણ ઠંડું થાય, ત્યારે તેને મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર બનાવી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતએક પ્રેશર કુકરમાં તુવરની દાળ અને ૧ કપ પાણી મેળવીને કુકરની ૩ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવો દો.આ દાળમાં હેન્ડ બ્લેન્ડર (hand blender) ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.તે પછી તેમાં તૈયાર કરેલો રસમ પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ટમેટા, આમલીનું પલ્પ, હળદર, હીંગ, મીઠું અને ૩ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.હવે તેમાં તૈયાર કરેલો દાળ-રસમ પાવડરનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.હવે વઘાર તૈયાર કરવા માટે, એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં રાઇ અને કડી પત્તા મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે આ વઘારને તૈયાર કરેલા રસમ પર રેડી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.તેમાં કોથમીર મેળવીને સારી રીતે મિક્સ કરી લો.ગરમ-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન