બટાકા નું શાક | બટાટા નું શાક | ગુજરાતી બટાકા ની સબ્જી | Batata Nu Shaak, Bateta Nu Shaak

બટાકા નું શાક | બટાટા નું શાક | ગુજરાતી બટાકા ની સબ્જી | batata nu shaak in gujarati | with 18 amazing images.

બટાકા નું શાક એ સૌથી લોકપ્રિય ગુજરાતી રેસીપી છે, જે લગભગ દરેક ઘરમાં બનાવવામાં આવે છે. તલ, કડી પતા અને આદુ-લીલા મરચાંની પેસ્ટનું અદભૂત મિશ્રણ, આ ગુજરાતી બટાકા ની સબ્જીને ખૂબ જ અલગ સ્વાદ આપે છે.

બટાટા નું શાક ને લીંબુનો રસ અને કોથમીર નાખી, દાળ અને ભાત સાથે પીરસસો ત્યારે સર્વશ્રેષ્ઠ સ્વાદ લાગશે. બટાકા નું શાક રોટલી, પુરી અથવા થેપલા સાથે પણ સરસ કોમ્બો બનાવે છે.

નીચે આપેલા વિગતવાર સ્ટેપ્સ સાથે બટાકા નું શાક રેસીપી કેવી રીતે બનાવવી તેનો આનંદ લો.

Batata Nu Shaak, Bateta Nu Shaak recipe In Gujarati

This recipe has been viewed 9071 times



બટાકા નું શાક - Batata Nu Shaak, Bateta Nu Shaak recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

બટાકા ના શાક માટે
૨ કપ બાફીને છોલી લીધેલા બટાટાના ટુકડા
૩ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઇ
૪ ટીસ્પૂન તલ
થોડા કડી પત્તા
એક ચપટી હીંગ
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન હળદર
૪ ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧/૪ કપ બારીક સમારેલી કોથમીર

બટાકા ના શાક સાથે પીરસવા માટે
ગુજરાતી દાળ
કાર્યવાહી
બટાકા નું શાક બનાવવા માટે

    બટાકા નું શાક બનાવવા માટે
  1. બટાકા નું શાક બનાવવા માટે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ, તલ, કડી પત્તા અને હીંગ નાંખો.
  2. જ્યારે દાણા તડતડવા માંડે, બટાટા, મીઠું, હળદર અને આદુ-લીલા મરચાંની પેસ્ટ નાખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી બરાબર હલાવતા રહો.
  3. લીંબુનો રસ અને કોથમીર ઉમેરી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
  4. બટાકા નું શાક ગરમ દાળ અને ભાત સાથે પીરસો.

Reviews