ક્રીમી મશરૂમ રીસોતો | Creamy Mushroom Risotto

રીસોતો એક ઉત્તમ ઇટાલીયન વાનગી છે જે અરબોરિયો ભાત અને ચીઝ વડે બને છે. આ રીસોતો થોડા નરમ નહી અને ઘટ્ટ નહીં એવા અને સૌમ્ય ખુશ્બુદાર હોવાથી મોઢામાં મૂક્તા જ સ્વાદિષ્ટ લાગશે એવો તેનો સ્વાદ છે જે જમણમાં ફક્ત એક ડીશ તરીકે પણ પીરસી શકાય એવા છે. તો, આ અસલી ક્રીમી મશરૂમ રીસોતો જે અરબોરિયા ભાત, વેજીટેબલ સ્ટોક, મશરૂમ, ક્રીમ, ચીઝ અને પ્રમાણસર સીસનીંગ વડે બનતી આ વાનગીનો સ્વાદ માણો. આમ તો આ વાનગી એક ડીશ તરીકે મજેદાર જ છે પણ તેમાં તમે પ્રોસેસ્ડ ચીઝના બદલે પરમેસન ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો. ઉપરાંત તમે તેમાં એક કપ સ્ટોક ઉમેરી તેની બનાવટ વધૂ ઉત્તમ કરી શકો છો.

Creamy Mushroom Risotto recipe In Gujarati

This recipe has been viewed 4540 times

Creamy Mushroom Risotto - Read in English 


ક્રીમી મશરૂમ રીસોતો - Creamy Mushroom Risotto recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૧ ૧/૨ કપ સ્લાઇસ કરેલા મશરૂમ
૩/૪ કપ અરબોરીયો ચોખા
૧ ૧/૨ ટીસ્પૂન જેતૂનનું તેલ
૧/૨ ટેબલસ્પૂન માખણ
૫ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
૧ ૧/૨ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
૪ કપ વેજીટેબલ સ્ટોક
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન તાજું પીસેલું કાળા મરીનું પાવડર
૧/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
કાર્યવાહી
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં જેતૂનનું તેલ ગરમ કરી તેમાં ૧/૨ ટેબલસ્પૂન લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં મશરૂમ મેળવી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સાંતળીને બાજુ પર રાખો.
  3. હવે બાકી રહેલું ૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ અને માખણ એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ગરમ કરી, તેમાં કાંદા અને બાકી રહેલું ૧ ટેબલસ્પૂન લસણ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં ચોખા ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  5. પછી તેમાં ૧ કપ વેજીટેબલ સ્ટોક અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી અથવા વેજીટેબલ સ્ટોકનું બાષ્પીભવન થાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. રીત ક્રમાંક ૫ મુજબ બાકી રહેલા ૨ કપ વેજીટેબલ સ્ટોક પણ રાંધી લો.
  7. તે પછી તેમાં સાંતળેલા મશરૂમ, બાકી રહેલું ૧ કપ વેજીટેબલ સ્ટોક અને મરી પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ અથવા સ્ટોક બરોબર ઓગળી જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. તાપ બંધ કરી લીધા પછી તેમા તાજું ક્રીમ અને ચીઝ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  9. તરત જ પીરસો.

Reviews