You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > પેંડા / લાડુ > મલાઇ પેંડા મલાઇ પેંડા | Malai Peda તરલા દલાલ અતિ પ્રખ્યાત એવી આ ભારતીય મીઠાઇ મલાઇ પેંડા એક શાહી મીઠાઇ છે. અહીં દૂધને ફાડીને શાહી બનાવટવાળો માવો તૈયાર કરવામાં આવ્યો છે અને પછી તેમાં સુગંધી એલચી અને કેસર મેળવવાથી એવી મધુર મીઠાઇ બને છે જેનો કોઇ પણ પ્રતિકાર ન કરી શકે. તેની તીવ્ર સુવાસ અને મજેદાર ખુશ્બુ વડીલોને પસંદ આવે એવી છે અને તેની માવાવાળી રચના નાના ભુલકાઓને પણ એટલી જ ગમે એવી છે. આમ કોઇ પણ રીતે મલાઇ પેંડા એક બ્લોકબસ્ટર મીઠાઇથી ઓછી ગણી શકાય એવી નથી. Post A comment 30 May 2024 This recipe has been viewed 9524 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD मलाई पेड़ा रेसिपी | पेड़ा रेसिपी | मलाई पेड़ा मिठाई रेसिपी | - हिन्दी में पढ़ें - Malai Peda In Hindi malai peda recipe | malai peda mithai recipe | - Read in English Malai Peda Video મલાઇ પેંડા - Malai Peda recipe in Gujarati Tags પેંડા / લાડુદિવાળીની રેસિપિનવરાત્રીના વ્રત માટે રેસીપીએકાદશીના વ્રત માટે રેસીપી તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૧૬પેંડા માટે મને બતાવો પેંડા ઘટકો ૪ ૧/૨ કપ મલાઇદાર દૂધ થોડા કેસરના રેસા૨ ટીસ્પૂન હુંફાળું ગરમ દૂધ૧/૨ કપ સાકર૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર૧ ટેબલસ્પૂન દૂધ૨ ચપટીભર લીંબુના ફૂલ૧/૪ ટીસ્પૂન એલચી પાવડરસજાવવા માટે૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા પિસ્તા૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી બદામ કાર્યવાહી Methodએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધને ઊંચા તાપ પર વચ્ચે એક બે વખત હલાવતા રહી એક ઉભરો આવે ત્યાં સુધી રાંધી લો. તેના માટે લગભગ ૪ થી ૫ મિનિટ લાગશે.તે પછી તાપ ધીમું કરી, મધ્યમ તાપ પર દૂધને વધુ ૧૫ મિનિટ સુધી અથવા દૂધ ઉકળીને પ્રમાણમાં અડધું થઇ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી, પૅનની અદંરની બાજુ પર ચીટકેલા દૂધને ઉખેડી લેતા રાંધી લો.આ દરમ્યાન, એક નાના બાઉલમાં કેસર અને હુંફાળા દૂધને ભેગા કરી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.હવે ઉકાળેલા દૂધમાં સાકર અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી પૅનની અદંરની બાજુ પર ચીટકેલા દૂધને ઉખેળી લેતા રાંધી લો.આની સાથે-સાથે, એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને દૂધ મેળવી, દૂધમાં કોર્નફ્લોર સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી બાજુ પર રાખો.બીજા એક નાના બાઉલમાં લીંબુના ફૂલ અને ૧ ટેબલસ્પૂન પાણી મિક્સ કરી બાજુ પર રાખો.હવે, ઉકળતા દૂધમાં ધીમે-ધીમે કોર્નફ્લોર-દૂધનું મિશ્રણ તથા લીંબુના ફૂલનું મિશ્રણ ઉમેરતા રહી દૂધમાં સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વધુ ૪ થી ૫ મિનિટ અથવા મિશ્રણ માવા સરખું બની જાય ત્યાં સુધી સતત હલાવતા રહી પૅનની અંદરની બાજુ પર ચીટકેલા દૂધને ઉખેડતા રહી રાંધી લો.આમ તૈયાર થયેલા મિશ્રણને એક પ્લેટમાં કાઢીને એક બુઠા ચમચા વડે તેને સરખી રીતે પાથરી ઠંડું થવા ૩૦ મિનિટ સુધી બાજુ પર રાખો.તે પછી તેમાં એલચી પાવડર મેળવીને સારી રીતે મિક્સ કરી લો.હવે આ મિશ્રણના ૧૬ સરખા ભાગ પાડી દરેક ભાગને તમારી હથેળીમાં લઇ ચપટ ગોળ પેંડા તૈયાર કરી લો.આમ તૈયાર કરેલા દરેક પેંડા પર પિસ્તા અને બદામની કાતરી છાંટી સરખી રીતે દબાવી લો.તાજા પેંડાનો સ્વાદ માણો અથવા રેફ્રીજરેટરમાં મૂકી જરૂર પડે ત્યારે પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:આ પેંડાને હવાબંધ બરણીમાં ભરીને રેફ્રીજરેટરમાં રાખવાથી લગભગ એક અઠવાડિયા સુધી તાજા રહેશે. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/malai-peda-gujarati-2055rમલાઇ પેંડાMalika shah on 23 Aug 17 04:06 PM5good recipes PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન