You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ચોખાની વાનગીઓ > ખીચડી > મસાલેદાર લીલી મગની ખીચડી મસાલેદાર લીલી મગની ખીચડી | Spicy Green Moong Dal Khichdi તરલા દલાલ ક્યારેક આપણને ઘરે બનાવેલી મજેદાર ખીચડી ખાવાની ઉત્કટ ઈચ્છા થતી હોય છે, પણ તેની સાથે-સાથે કઇંક મસાલેદાર ખાવાની પણ ઇચ્છા થઇ જતી હોય છે. આમ, તે સમયે બન્ને ઇચ્છાને પરિપૂર્ણ કરવા તમે આ મસાલેદાર લીલી મગની ખીચડી બનાવી શકો. ચોખા અને લીલી મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને સાંતળેલા કાંદા અને લસણની સાથે પારંપારીક મસાલાનો વઘાર કરીને વધુ લહેજતદાર બનાવવામાં આવી છે. ગરમા ગરમ કઢી સાથે પીરસી ઘરે બનાવેલી આ ખીચડી તમારું મન જરૂરથી જીતી લેશે. Post A comment 10 Jul 2024 This recipe has been viewed 8178 times हरी मूंग दाल खिचड़ी रेसिपी | मूंग दाल और चावल की खिचड़ी | हरी मूंग दाल खिचड़ी - हिन्दी में पढ़ें - Spicy Green Moong Dal Khichdi In Hindi green moong dal khichdi recipe | moong dal and rice khichdi | hari moong dal khichdi - Read in English Spicy Green Moong Dal Khichdi Video મસાલેદાર લીલી મગની ખીચડી - Spicy Green Moong Dal Khichdi recipe in Gujarati Tags પારંપારિક ચોખાની વાનગીઓખીચડી રેસિપીનું કલેક્શન | વેજ ખીચડીપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિપ્રેશર કૂકરમાં બનતા ભાતની રેસિપિપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિશાકાહારી કડાઈની રેસિપી | કડાઈ ભારતીય વાનગીઓ |વેગન ડાયટ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય: ૨ કલાક   બનાવવાનો સમય: ૨૧ મિનિટ   કુલ સમય : ૧૫૧2 કલાક 31 મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧/૨ કપ ચોખા૧/૨ કપ લીલી મગની દાળ૧ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન રાઇ૧ ટીસ્પૂન અડદની દાળ૧/૪ ટીસ્પૂન હીંગ૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા૧ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન હળદર૧ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર મીઠું , સ્વાદાનુસાર૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીરપીરસવા માટે કાર્યવાહી Methodએક વાસણમાં ચોખા અને લીલી મગની દાળ જરૂરી પાણી સાથે ૨ કલાક સુધી પલાળી રાખ્યા બાદ તેને નીતારી લો.એક પ્રેશર કુકરમાં ચોખા, મગની દાળ, મીઠું અને ૩ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી કુકરને બાજુ પર રાખો.એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, અડદની દાળ અને હીંગ નાંખો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં મરચાં પાવડર, હળદર અને ધાણા-જીરા પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.છેલ્લે તેમાં રાંધેલા ભાત અને લીલી મગની દાળનું મિશ્રણ, કોથમીર, થોડું મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.કઢી સાથે ગરમા ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન