ટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટ ની રેસીપી | Tempered Dark Chocolate, How To Temper Dark Chocolate

તમારે કંઇ પણ બનાવવું હોય, બ્રાઉની કે પછી આઇસક્રીમ, પીગળાવેલી ટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટનો છિડકાવ તેને વધુ સ્વાદિષ્ટ બનાવશે.

આ વાનગીમાં ડાર્ક ચોકલેટને ડબલ બોઇલરમાં સરળ રીતે કેટલી પીગળાવવી અને થોડી પણ બાળ્યા વગર તેનું સુંવાળું સૉસ કેમ બનાવવું તેની રીત રજૂ કરી છે. ટૅમ્પર કરેલી ચોકલેટને ગરમા ગરમ વાપરી શકો અથવા રૂમ તાપમાન પર લાવીને વિવિધ ચોકલેટના ડેર્ઝટ બનાવવામાં તેનો ઉપયોગ કરી શકો.

Tempered Dark Chocolate, How To Temper Dark Chocolate recipe In Gujarati

This recipe has been viewed 4471 times



ટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટ ની રેસીપી - Tempered Dark Chocolate, How To Temper Dark Chocolate recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧ કપ માટે
મને બતાવો કપ

ઘટકો

ટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટ ની રેસીપી બનાવવા માટે
૧ કપ સમારેલી ડાર્ક ચોકલેટ
કાર્યવાહી
    Method
  1. ટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટ ની રેસીપી બનાવવા માટે,એક સૉસપૅનમાં જરૂરી પાણીને ઉકાળી લો.
  2. જ્યારે પાણી ઉકળવા માંડે, ત્યારે ડાર્ક ચોકલેટને ગરમી સહન કરી શકે એવા પાત્રમાં મૂકીને ઉકળતા પાણીની ઉપર તેને એવી રીતે ગરમ કરવા મૂકો કે પાત્રને પાણી જરા પણ અડે નહીં.
  3. આમ આ ચોકલેટને ૪ થી ૫ મિનિટ સુધી સતત હલાવતા રહી ચોકલેટ સંપૂર્ણ પીગળીને સૉસ જેવી બની જાય ત્યાં સુધી ગરમ કરી લો.
  4. હવે તેનો તરત જ જોઇતી વાનગીમાં ઉપયોગ કરો અથવા રૂમ તાપમાન પર ઠંડી પાડ્યા પછી જરૂર મુજબ તેનો ઉપયોગ કરો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. રૂમ તાપમાન પર ચોકલેટ બહુ ગરમ કે બહુ ઠંડી નહીં હોય. તેની ગરમી જાણવા માટે તમે તમારી આંગળીના ટેરવા વડે તેને અડીને નક્કી કરી શકશો.

Reviews