પંચકુટી દાળ | Panchkuti Dal, Panchratan Dal, Dal Made with 5 Pulses

નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ પલાળી રાખશો તો આ વાનગી સહેલાઇથી બનાવી શકશો, કારણકે આ દાળમાં બધા સામાન્ય મસાલા મેળવીને તેને સહેલી રીતે તૈયાર કરવામાં આવી છે. આ વાનગીમાં મેળવેલી વિવિધ પ્રકારની દાળ પણ તેને અનોખી બનાવે છે.

Panchkuti Dal, Panchratan Dal, Dal Made with 5 Pulses recipe In Gujarati

This recipe has been viewed 8723 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

पंचकुटी दाल - हिन्दी में पढ़ें - Panchkuti Dal, Panchratan Dal, Dal Made with 5 Pulses In Hindi 


પંચકુટી દાળ - Panchkuti Dal, Panchratan Dal, Dal Made with 5 Pulses recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૧ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ ટેબલસ્પૂન છલટીવાળી અડદની દાળ
૨ ટેબલસ્પૂન તુવરની દાળ
૨ ટેબલસ્પૂન લીલા મગની દાળ
૨ ટેબલસ્પૂન ચણાની દાળ
૨ ટેબલસ્પૂન મસૂરની દાળ
૨ ટેબલસ્પૂન તેલ
૨ ટીસ્પૂન રાઇ
૨ ટીસ્પૂન જીરૂ
૫૦ મિલીમીટર (૨”)નો તજનો ટુકડો
૪ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૪ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
કડી પત્તા
૧/૨ કપ મોટા સમારેલા ટમેટા
૧ ટીસ્પૂન ગરમ મસાલો
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૪ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
કાર્યવાહી
    Method
  1. બધી દાળને ધોઇને એક બાઉલમાં ભેગી કરીને ૧ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. એક પ્રેશર કુકરમાં ૧ કપ પાણી લઇ તેમાં બધી દાળ મેળવી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  3. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
  4. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં રાઇ અને જીરૂ મેળવી લો.
  5. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તજ, લસણ, આદૂ, લાલ મરચાં અને કડી પત્તાં મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.
  6. તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.
  7. તે પછી તેમાં ગરમ મસાલો, કોથમીર અને લીલા મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  8. છેલ્લે તેમાં રાંધેલી દાળ, મીઠું અને લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી, થોડા-થોડા સમયે વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  9. ગરમ ગરમ પીરસો.

Reviews

પંચકુટી દાળ
 on 10 Jul 17 05:22 PM
5

Panchkuti Dal, Panchratan Dal, Dal Made with 5 Pulses,good healthy dish