ટમેટાની ખટાશ અને તાજા દહીંની સૌમ્યતાના સંયોજન વડે બનતી આ ટમેટાની પચડીને તમે તમારા જમણ સાથે માણી શકો એવી છે. અહીં ધ્યાન રાખવાનું છે કે દહીં તાજું અને ઘટ્ટ વાપરવું, નહીં તો આ પચડી પાણીવાળી થઇ જશે, કારણકે ટમેટાનો રસ પણ આ પચડીમાં ભળે છે.
બટાટા અને પનીરના અદભૂત પૂરણમાં મરચાં, કોથમીર, ફૂદીનો અને જીરૂ મેળવી જ્યારે લીલી ચટણી લગાવેલી તાજી રોટીમાં લપેટવામાં આવે છે, ત્યારે અનેરા સ્વાદવાળા બટાટા અને પનીરના રોલ બને છે. તે પણ જ્યારે પૂરણ, સ્વાદિષ્ટ સલાડ સાથે પીરસવામાં આવે છે, ત્યારે આ બટાટા અને પનીરના રોલ વધુ સ્વાદિષ્ટ અને કરકરા બને છે.